Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઔ.ઝા.બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા મેગા બિઝનેશ ઇવેન્ટ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્વારા તાજેતરમાં મેગા બિઝનેશ ઇવેન્ટનું આયોજન કરાયુ હતુ. નાના મોટા ધંધાર્થીઓને સહાયરૂપ બનવા તેમજ મહિલા સશકિતકરણ અને સ્વાવલંબન કાર્યક્રમ સંદર્ભે બાલભવન ખાતે યોજાયેલ આ બે દિવસીય મેગા બિઝનેશ ઇવેન્ટનું રીબીન કાપીને ઉદ્દઘાટન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, ઔ.ઝા. બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રોજેકટ હેડ ટ્રસ્ટ શ્રીમતી ભાવનાબેન જોશી, વૈશાલીબેન શુકલા, ડો. દર્શનાબેન પંડયા, કાશ્મીરાબેન નથવાણી, રાજલબેન જાની, કવિતાબેન જાની, મીનાબેન ભટ્ટ, માલતીબેન, ધાત્રીબેન ભટ્ટ તેમજ કમીટી મેમ્બર્સ ઉપસ્થિત રહેલ. ઉપરાંત ઔ.ઝા.બ્રહ્મસમાજના મેનેજીંગ ટ્રસ્ટી દર્શીતભાઇ જાની, પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ, ઉપપ્રમુખ રાજેશભાઇ જોષી, સમસ્ત બ્રહ્મસમાજના દિપકભાઇ પંડયા, જિજ્ઞેશભાઇ ઉપાધ્યાય, કમીટીના વિમલભાઇ જાની, મુકેશભાઇ ઠાકર, વિક્રમભાઇ રાવલ, દુષ્યંતભાઇ, ભાસ્કરભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)