Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજકોટ-બોટાદમાંથી ૫૦ વાહન ચોરી લેનાર ટોળકી ઝડપાઇઃ રાજકોટની ૧૭ ચોરીનો ભેદ ખૂલ્યો

ત્રણ વર્ષથી ગુન્હાઓ આચરતાઃ અમરેલી એલ.સી.બી. પોલીસને મળેલી સફળતા

બાબરા-અમરેલી, તા.૨૫: અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય  જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી ડિવીઝન મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી.પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.કે.વાદ્યેલા તથા એલ.સી.બી. ટીમે બાતમી આધારે લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામની સીમમાં આવેલ વાડીએથી મોટર સાયકલ ચોરીઓ કરતી ટોળકીના સક્રિય છ સભ્યોને બુલેટ, એકટીવા, સ્પ્લેન્ડર સહિત કુલ ૩૧ મોટર સાયકલો સાથે પકડી પાડી રાજકોટ શહેર તથા બોટાદ જીલ્લાઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પકડાયેલ આરોપીઓ(૧) દ્યનશ્યામ ભુપતભાઇ ચૌહાણ, ઉં.વ.૨૭, ધંધો.ખેત મજુરી, રહે.સરકારી પીપળવા, તા.લાઠી, (ર) નિલેષ લાલજીભાઇ વાદ્યેલા, ઉં.વ.૩૧, ધંધો.સી.સી.ટી.વી. કેમેરા ફીટીંગની મજુરી, રહે.મુળ.બોટાદ. હાલ રહે.રાજકોટ(૩) તબરેજ કાદરભાઇ કારીયાણી, ઉં.વ.૨૫, ધંધો.સી.સી.ટી.વી. કેમેરા ફીટીંગની મજુરી, રહે.બોટાદ, પાવરહાઉસ પાસે, પરા,(૪) અતુલ શામજીભાઇ જમોડ, ઉં.વ.૨૩, ધંધો.હીરા દ્યસવાનો, મજુરી કામ, રહે.હડદડ, ભદ્રાવડી રોડ, તા.બોટાદ,(પ) કિશન નટુભાઇ હરિપરા ઉં.વ.૨૧, ધંધો.અભ્યાસ, રહે.ઉગામેડી, સરદાર પટેલ સ્કુલ સામે, તા.ગઢડા,(૬) પાર્થ લક્ષ્મણભાઇ જાંબુકીયા, ઉં.વ.૨૫, ધંધો.અભ્યાસ તથા કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન, રહે.હાલ બોટાદ,  એમ.ડી.સ્કુલ પાછળ, આનંદધામ બંગ્લોઝ પાસે, મુળ. રહે.પાણવી, તા.વલ્લભીપુર,

પકડાયેલ ઇસમો છેલ્લા ત્રણ વર્ષથી ચોરી કરવાની ટોળકી બનાવી જાહેર જગ્યા, મોટર સાયકલ પાર્કીંગ થયેલ હોય તેવી જગ્યા અથવા કોઇ રહેણાંક મકાન બહાર મોટર સાયકલ પાર્ક કરેલ હોય તેવી મોટર સાયકલોને નિશાન બનાવી ચોરી કરતા હતા. તેમજ કોઇ જગ્યાએ કોઇ રહેણાંક બહારથી મોટર સાયકલ ચોરવાનુ હોય ત્યાં ઘર માલિક ઘર બહાર આવી ન જાય તે માટે તેવા મકાનની બહારની સ્ટોપર/આલ્ડ્રાફ બંધ કરી, ડુપ્લીકેટ ચાવી લગાડી મો.સા.ની ચોરી કરવાના ઇરાદે અવરોધ ઉભો કરી મોટર સાયકલ ચોરી કરી લઇ જતા હતાં. અને ચોરીના મોટર સાયકલોની ડુપ્લીકેટ આર.સી.બુક બનાવી, ખોટી અને બનાવટી આર.સી.બુકને સાચી બતાવી તેમજ ચોરીની મોટર સાયકલો બેન્ક લોનના હપ્તા નહી ભરનારની સીઝ કરેલી અને હરરાજીમાંથી મેળવેલ હોવાનુ ખરીદદારને જણાવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના હેતુથી મેળવવાના ઇરાદાથી ચોરી કરતાં હતાં.

રોયલ એન્ફીલ્ડ બુલેટ-ર, હોન્ડા એકટીવા-૧૯, હીરો સ્પ્લેન્ડર પ્લસ-૪, બજાજ પ્લેટીના-૧, હીરો પ્લેઝર-૧, ટીવીએસ જયુપીટર-૧, બજાજ પલ્સર-૧, બજાજ એવેન્જર-૧, હોન્ડા શાઇન-૧ મળી કુલ ૩૧ મો.સા. કિં.રૂ.૧૨,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયા છે.

 આ ટોળકીમાં પકડાયેલ નિલેષ લાલજીભાઇ વાદ્યેલા, રહે.મુળ.બોટાદ, હાલ રાજકોટ વાળો અગાઉ રાજકોટ શહેરના જુદા જુદા પો.સ્ટે.ના મોટર સાયકલ ચોરીના ૮ ગુન્હાઓમાં પકડાયેલ છે. કિશન નટુભાઇ હરિપરા, રહે.ઉગામેડી, તા.ગઢડા વાળાને રાજકોટ શહેરના જુદા જુદા પો.સ્ટે.ના મોટર સાયકલ ચોરીના ૮ ગુન્હાઓમાં પકડવાનો બાકી છે.

રાજકોટ શહેર અને બોટાદ જીલ્લાના ડીટેકટ થયેલ ગુન્હાઓ નીચે મુજબ છે.

 (૧) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૭/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯(ર) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૬૬/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૩) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૫૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૪) રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૬ર/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(પ) રાજકોટ શહેર ભકિત નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૩૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૬) રાજકોટ શહેર ભકિત નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૩૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૭) રાજકોટ શહેર બી ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૨૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૮) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(૯) બોટાદ જીલ્લો  ગઢડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૦) રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૧) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૨૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૨) રાજકોટ શહેર બી ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૮૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૩) રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૬૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૪) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૫) રાજકોટ શહેર એ ડિવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૯૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૬) રાજકોટ શહેર ગાંધીગ્રામ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૭૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૭) રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૩૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯(૧૮) રાજકોટ શહેર માલવીયા નગર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૪૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯

આ ઉપરાંત રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ચોરી થયેલ અન્ય ૧૩ વાહનો મળી કુલ ૩૧ વાહનો રીકવર કરી ૫૦ કરતા વધારે વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

(4:22 pm IST)