Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રૂ.સાડાત્રણ લાખનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ આરોપીને સમન્સ

રાજકોટ તા.૨૫: રાજકોટમાં રહેતા આશિષભાઇ પ્રવિણભાઇ ઠુંમર, પટેલ પાન, વેસ્ટ ઝોન કોર્પોરેશન સામે, બિગબઝાર પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે ધંધો કરતા હોય અને આરોપીને તેના ધંધાનાઙ્ગ વિકાસ માટેની નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતાં નાણાની જરૂરીયાતને ધ્યાને લઇ ફરીયાદી કિરણકુમાર કાન્તિલાલ સોજીત્રા પાસેથી જુની મિત્રતાના સબંધના દાવે લીધેલ કાયદેસરના હાથઉછીના નાણા પરત ચુકવવા આવેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી આશિષભાઇ પ્રવિણભાઇ ઠુંમર સામે અદાલતમાં હાજર થવા સમન્સસ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઇએ તો, આશિષભાઇ પ્રવિણભાઇ ઠુંમર સામે રાજકોટની અદાલતમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા આરોપી વચ્ચે ઘણા વર્ષોથી મિત્રતાના સબંધો હોય, જેથી મિત્રતા તથા સબંધના દાવે આરોપીના ધંધાના વિકાસ માટેની આર્થિક જરૂરીયાતને ધ્યાને લઇ આરોપીએ ફરીયાદી પાસેથી રકમ રૂ.૩,૫૦,૦૦૦ ની માગણી કરતા ફરીયાદીએ આરોપીને હાથ ઉછીની રકમ આપેલ, જે હાથ ઉછીની કાયદેસરની લેણી રકમ ચુકવવા આરોપીએ ફરીયાદી જોગ ચેક પોતાની સહી કરી લખી આપી, ચેક સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે, સદર ચેક ફરીયદી પોતાના બેન્ક ખાતામાં રજુ રાખશે, એટલે ચેક રીટર્ન થશે નહી અને ચેક સ્વીકારાય જશે, ફરીયાદીની કાયદેસરની લેણી રકમ વસુભાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેક આરોપીએ ફરીયાદીને તેઓના બેન્ક ખાતામાં રજુ રાખવાનું કહેતા, ચેક રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહી અને 'પેમેન્ટ સ્ટોપ્ડ ડ્રોઅર' ના શેરા સાથે ચેક રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા ફરીયાદીએ તેના એડવોકેટ સંજય એન. ઠુંમર મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ.

આ નોટીસ મળી જવા છતાં ફરિયાદીનું કાયદેસરનું લેણું ચુકવેલ ન હોવાથી ફરિયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂદ્ધ રાજકોટની સ્પે. નેગોશીએબલ અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલ હાથ ઉછીની રકમ પરત કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરિયાદી કિરણકુમાર કાન્તિલાલ સોજીત્રા વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજય એન. ઠુંમર રોકાયેલા હતા.

(3:53 pm IST)