Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ભાજપનું કાલે વિજય સંકલ્પ સંમેલન

તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉમટી પડે : કમલેશ મીરાણી

રાજકોટ તા. ૨૬ : શહેર ભાજપ દ્વારા કાલે તા. ૨૬ ના મંગળવારે સાંજે પ.૩૦ વાગ્યે અમૃતસાગર પાર્ટી પ્લોટ, બીગ બજાર સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે 'વિજય સંકલ્પ સંમેલન' યોજેલ છે.

કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુજી, પુરૂષોતમભાઇ રૂપાલા, રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતીમાં મળનાર આ સંમેલનમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કરેલ છે.

(3:52 pm IST)