Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

મોહનભાઈને જીતાડવા કાર્યકરો પુરૂષાર્થની પરાકાષ્ઠા સર્જશે : ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ : લોકસભા સીટ ઉપરથી સાંસદ મોહનભાઈ કુંડારીયાને ફરી ટીકીટ મળતા શહેર ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને શહેર ભાજપના કાર્યકતાઓ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તથા લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, રાજુભાઈ બોરીચા, ડો.જૈમન ઉપાધ્યાય સહિતના સાથે બહોળી સંખ્યામાં કાર્યર્તાઓએ શહેર ભાજપ કાર્યાલય કરણપરા ખાતે આતશબાજી સાથે ''ભારત માતા કી જય'' ''વંદે માતરમ્''ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજે જણાવ્યુ હતું કે આગામી લોકસભા ચૂંટણી વિકાસની રાજનીતિ પર લડાઈ રહી છે અને દેશના વિકાસ માટે દેશની તમામ લોકસભા પર કમળ ખીલી ઉઠશે ત્યારે રાજકોટ લોકસભા સીટ પર સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉમેદવારીને શહેર ભાજપ આવકારી અને અભિનંદન પાઠવે છે ત્યારે મોહનભાઈ કુંડારીયાને રાજકોટ લોકસભા સીટ પર જંગી બહુમતીથી જીતાડવા શહેર ભાજપના કાર્યકર્તાઓ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે.

(3:50 pm IST)