Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આઇપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો અમરજીતસિંહ જાડેજા પકડાયો

રાજકોટ તા.રપઃ શાસ્ત્રીનગર અજમેરા બ્લોક નં. ઇ/૩૮૩માં ક્રાઇમબ્રાંચે દરોડો પાડી આઇપીએલના ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. સામતભાઇ ગઢવી, રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, રઘુવિરસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, વિરદેવસિંહ જાડેજા તથા ડાયાભાઇ બાવળીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે સામતભાઇ રઘુવિરસિંહ અને વિરદેવસિંહને મળેલી બાતમીના આધારે શાસ્ત્રીનગર અજમેરામાં બ્લોક નં. ઇ/૩૮૩માંં દરોડો પાડી ભારતમાં ચાલતી આઇપીએલ મુંબઇ ઇન્ડિયન અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ટી-૨૦ મેચ ઉપર સટ્ટો રમાડતો અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજા (ઉ.વ.૩૯), (રહે. નવા દોઢસો ફુટ રીંગ રોડ કટારીયા મારૂતિ શોરૂમ પાછળ ધવલભાઇ જયસ્વાલના મકાનમાં ભાડે હાલમાં શાસ્ત્રીનગર અજમેરામાં તેના સાળા કુલદિપસિંહ ચુડાસમાના મકાનમાં) ને પકડી લઇ રૂ. ૨૪,૨૬૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(3:44 pm IST)