Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આડેધડ વૃક્ષારોપણને બ્રેક

મ્યુ. કોર્પોરેશનનો નવતર પ્રયોગઃ તમારા ઘરે આવીને વૃક્ષ ઉછેરી જશે

તુલસી-ફુલઝાડ અને છાયો આપતા વૃક્ષ ઉછેરવામાં તંત્ર સહયોગ આપશેઃ આયોજનબધ્ધ વૃક્ષ ઉછેર થાય તે હેતુ થી આ યોજના અમલી બનશેઃ મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા એપ્રિલથી યોજના અમલી બનાવવા કાર્યવાહી

રાજકોટ, તા. રપ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આ વર્ષ આડેધડ વૃક્ષા રોપણને બ્રેક લગાવીને આયોજનબદ્ધ રીતે વૃક્ષો ઉછેરવાની યોજના અમલી બનાવવામાં આવશે જે અંતર્ગત જે કોઇ નાગરિક ઘરે વૃક્ષ ઉછેરવા ઇચ્છતા હશે તેના ઘરે જઇને મ્યુ. કોર્પોરેશનનું તંત્ર વૃક્ષ ઉછેરી જશે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની દ્વારા ૧લી એપ્રિલથી અમલી બનાવવામાં આવનાર યોજના મુજબ જે લોકો વૃક્ષ ઉછેરવા ઇચ્છતા હોય તેઓએ વ્યકિતગત રીતે તેમના નિવાસ્થાનના સરનામા સાથેની અરજી મ્યુ. કોર્પોરેશનમાં કરવાની રહેશે અને આ અરજી મળ્યે મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓ તમારા નિવાસસ્થાને આવીને નિવાસ્થાનની ભૌગોલિક સ્થિતિને અનુરૂપ તેમજ ભવિષ્યમાં વૃક્ષના મૂળીયાથી મકાનને નુકશાન ન થાય તે મુજબના વૃક્ષ-ફુલછોડનો ઉછેર કરવામાં સહયોગી થશે.

નોંધનીય છે કે હાલમાં થતા આડેધડ વૃક્ષારોપણને કારણે રસ્તામાં નડતરરૂપ બને છે અને વૃક્ષોને કાપવા પડે ે આવું ન થાય તે માટે આ પ્રકારની યોજના અમલી બનાવવામાં આવનાર છે.

(3:39 pm IST)