Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

રાજકોટ જિલ્લા પંચાયતની 'ઔપચારિક' સામાન્ય સભા

આચારસંહિતાના પાલનની શરતે મંજુરી, પ્રારંભે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી

રાજકોટ, તા. રપ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે ૧૧-૩૦ વાગ્યે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળી છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહિ કરવાની શરતે ચૂંટણી પંચે સભા યોજવાની મંજુરી આપી છે. તંત્ર દ્વારા સમગ્ર સભ્યનું વિડીયો શુટીંગ થશે. પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ ગૃહની કાર્યવાહી પૂર્ણ કરાશે.

(11:48 am IST)