Gujarati News

Gujarati News

News of Friday, 25th March 2016

અરવિંદભાઇએ માત્ર બારોટ સમાજ નહીં, ગુજરાતી સમાજનું ગૌરવ વધાર્યુ

કાગ એવોર્ડની સિધ્‍ધીને વધાવતો અખિલ વહીવંચા બારોટ સમાજ

રાજકોટ તા. ૨૫ : તાજેતરમાં મોરારીબાપુ પ્રેરીત પદ્દમશ્રી દુલાભાયા કાગ એવોર્ડ મેળવનાર અરવિંદ બારોટની સિધ્‍ધીઓને વધાવતા અખિલ વહીવંચા બારોટ સમાજ ગુજરાતના પ્રમુખ મહેશભાઇ બારોટે જણાવ્‍યુ છે કે અરવિંદભાઇ બારોટે માત્ર બારોટ સમાજ નહીં સમસ્‍ત ગુજરાતી સમાજનું ગૌરવ વધારર્યુ છે.

૧૯૮૦ થી ૧૯૯૦ સુધી ગુજરાતની તમામ ઓડીયો કંપનીઓમાં છવાયેલા રહેલ અરવિંદ બારોટે ૧૯૯૦ બાદ ગતિ પકડી અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયક તરીકે જે લોકપ્રિયતા હાંસલ કરી તે કાબીલે દાદ રહી છે. ગુજરાતી લોકસંગીતમાં કે ગુજરાતી લોક સાહીત્‍યમાં અરવિંદ બારોટનો કોઇ વિકલ્‍પ જ ન હોય શકે તેવા સપ્‍ત મુખી સિતારા સમાન સિધ્‍ધી તેઓએ હાંસલ કરી હોવાની ખુશી મહેશભાઇ બારોટ (૦૨૮૧ ૩૮૬૮૮૦) એ વ્‍યકત કરી છે.

 

(12:08 pm IST)