Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોવિડના બીજા માળ સિવાયના વોર્ડ બંધઃ ૮૦ ટકા સ્ટાફ પણ છુટો કરાયો

સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ચૂંટણી પછી ફરી દર્દી વધ્યાઃ આંકડો ૫૦ ઉપર થયો

૩૦ જ દર્દીઓ હતાં: બે દિવસમાં વધી ગયાઃ ૪૩ દાખલઃ ૧૦ને હોમઆઇસોલેટ કરાયા

રાજકોટ તા. ૨૫: કોરોના હવે એક વર્ષનો થવા આવ્યો છે. સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં એક સમયે સેંકડો દર્દીઓ નવા સુપર સ્પેશિયાલિસ્ટ બિલ્ડીંગના કોવિડ સેન્ટરના તમામ માળ પર દાખલ રાખવામાં આવ્યા હતાં. છેલ્લા એક પખવાડીયામાં કોરોનાના દર્દીઓ સતત ઘટતા જતાં હતાં. ચૂંટણી પછી એકાએક પોઝિટિવ દર્દીઓ વધ્યા છે અને આંકડો ૫૩ સુધી પહોંચી ગયો છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં આજે ૪૩ દર્દીઓ દાખલ છે. બાકીના ૧૦ને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કોવિડમાં દર્દીઓ ઘટતાં અહિનો ૮૦ ટકા સ્ટાફ પણ છુટો કરવામાં આવ્યો છે. કોવિડ સેન્ટરનો પહેલો, ત્રીજો, ચોથો માળ બંધ કરી દેવામાં આવ્યા છે. રિકવરી વોર્ડમાં પણ રૂટીન દર્દીઓને દાખલ કરવાનું શરૂ થઇ ગયું હતુ઼. પરંતુ હવે ફરીથી દર્દીઓ વધ્યા છે અને આંકડો ૫૦ ઉપર થઇ ગયો છે.

હાલમાં કોવિડના માત્ર બીજા માળે દર્દીઓને રાખવામાં આવે છે. જેમાં સસ્પેકટેડ અને પોઝિટિવ એમ બે વિભાગમાં દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

(4:02 pm IST)