Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટ કલેકટર સમક્ષ ર૭ લાખ ચો.મી.જમીન અંગે લેન્ડગ્રેબીંગની કુલ ૧ર૪ ફરીયાદોઃ આજ સુધીમાં પ કેસમાં ફોજદારી કરાઇ

૧પ શખ્સો સામે ર૪ કરોડની ૪૧ હજારથી વધુ ચો.મી.જમીન હડપ અંગે ગુન્હો નોંધાયો : ર સામે ચાર્જશીટઃ ર કેસ સ્પે. કોર્ટને રીફર કરાયાઃ ૩૪ ઇન્કવાયરી પુરીઃ ર૮ અરજી ફગાવી દેવાઇ

રાજકોટ તા. રપ : રાજકોટ એડી.કલેકટર શ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે લેન્ડગ્રેબીંગ એકટનો કાયદો આવ્યા બાદ આજ સુધીમાં કલેકટર સમક્ષ કુલ ૧ર૪ જેટલી અરજીઓ લેન્ડગ્રેબીંગ એકટ હેઠળ આવી છે, અને ર કેસમાં સુઓમોટો કરાઇ હતી. કુલ ૧ર૬ કેસની જમીનનું ક્ષેત્રફળ ર૭ લાખ ચો.મી.થવા જાય છે.

તેમણે જણાવેલ કે સમય મર્યાદામાં પ૧ અરજીની ઇન્કવાયરી પુરી થઇ છે. તો ૪૧ કેસમાં સમય મર્યાદા વટાવી ગઇ છે હાલ ૭૩ ટકા કેસમાં ઇન્કવાયરી પેન્ડીંગ છે પ્રાથમીક તપાસ પુરી થઇ હોયતેવી ૩૪ અરજીઓ છે. અને તેમાં ર૬ કેસમાં સમય મર્યાદામાં કમીટીએ નિણર્ય લઇ લીધો હતો.

શ્રી પરીમલ પંડયાએ જણાવેલ કે કલેકટર સમક્ષ ચાલેલ કુલ ૧ર૪ માંથી ર૮ અરજી કમીટીએ ફગાવી દીધી છે. ૬ અરજીને કમીટીએ મંજુરી આપી  તેમાં પ કેસમાં ફોજદારી દાખલ કરી કુલ ૧પ શખ્સો સામે ફરીયાદ થઇ છે. આજે પ કેસમાં ફરીયાદ દાખલ થઇ તેમાં કુલ ર૪ કરોડની ૪૧૮પ૮ ચો.મી. જમીનનો સમાવેશ થાય છે. જેમાં ર કેસમાં તો ચાર્જશીટ મુકી દેવાયું છે. અને ર કેસ સ્પે. કોર્ટને રીફર કરી દેવાયા છે.તેમણે જણાવેલ કે રર-ર-ર૦ર૧ની સ્થિતિએ શહેર જીલ્લાની કુલ ૧ર૪ ફરીયાદ મળી છે, પ કેસમાં રાજકોટ શહેરમાં-૧ રાજકોટ તાલુકા-ર ગોંડલ-૧, અને જેતપુર-૧નો સમાવેશ થાય છે. અને આજ સુધીમાં કલેકટરના અધ્યક્ષપદે કમીટીની કુલ ૪ મીટીંગ યોજાઇ છે.

(3:58 pm IST)