Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સરકારી કામકાજ ખાનગી બેંકોને સોંપાશે તો નાના ઉદ્યોગ-છેવાડાના લોકોને રાહતદરે લોન આપવાનું મુશ્કેલ બનશે : બેંક યુનિયન

સરકારની ખાનગીકરણની યોજના ગેરવ્યાજબી અને નવાઇ પમાડે તેવી છે

રાજકોટ, તા.૨૫:  સરકારે અમુક બેંકોના ખાંનગીકરણના લીધેલા નિર્ણયનો ગુજરાત બેંક વર્કર્સ  યુનિયને વિરોધ નોંધાવ્યો છે અને કહયું છે કે સરકારની આ જાહેરાત વિચિત્ર અને નવાઈ પમાડે તેવી  છે. યુનિયને જણાવ્યું છે કે સરકારનો ધંધો ખાનગી બેંકોને આપવામાં આવશે તો નાના ઉદ્યોગો અને  છેવાડાના લોકોને રાહતદરે લોન આપવાનું ઘણું જ મુશ્કેલ બનશે.   

જાહેરક્ષેત્રની બેંકોએ જનધન યોજના જેમાં છેવાડાના ગરીબ લોકોની થાપણો છે તેવા ૪૫ કરોડ  ખાતાઓ ખોલેલ છે. જયારે આવા ગરીબ લોકોના ખાનગી બેંકોએ ફકત ૧.૨૫ કરોડ (સવા- કરોડ)  ખાતા ખોલેલ છે. સરકારની આ માનીતી યોજનાઓમાં જેવી કે ખેતધિરાણ અને ગ્રામ્ય ધિરાણમાં  બરોબરની હિસ્સેદાર બનાવવી જોઈએ. તેઓએ ગરીબ વિધાર્થીઓને એજયુકેશન લોન, ગામડાઓમાં  શાખા ખોલવામાં પણ તેઓ સરખે ભાગે હિસ્સેદારી આપવી જોઈએ.   

જાહેર ક્ષેત્રની સામાજીક જવાબદારી છે જેવા કે ઓછા વ્યાજે ખેતી વિષયક અને એજયુકેશન લોન  પર ધિરાણ, નાના ઉદ્યોગને ધિરાણની જવાબદારી સરકારી બેંકની છે. સરકારનો સેવા-ધંધો ખાનગી  બેકને આપવો એટલે તેમને સબસીડી આપવા સમાન છે. સરકારનો ધંધો જે ખાનગી બેંકને આપવામાં  આવશે તો નના અને પાયાના ઉધોગ અને છેવાડાના લોકોને રાહતદરે લોન આપવાનું બહુ જ મુશ્કેલ  બનશે કારણ કે સરકારની સેવા છે તે આ બાબતમાં ઉપયોગી થાય છે.   

સરકારની ખાનગીક્ષેત્રને સમાન ભાગીદાર ગણાવવાની યોજના ગેરવ્યાજબી અને જાહેર ક્ષેત્રની  બેંકોને અસુવિધા રૂપ બનશે.     ખાનગી ઉદ્યોગો જ બેંકોની બિનઉત્પાદક અકસ્યામતનો મોટો હિસ્સો ધરાવે છે. સરકારની  યોજના બેંકોને આ ઉધોગપતિઓને સોંપવાની યોજના છે.   

સરકારનો આ નિર્ણય ખાનગી બેંકોને પ્રોત્સાહિત કરવાનો છે. સરકાર પોતાની યોજના જેવી કે  પેન્શન, પીપીએફ, બીજી બચત યોજના નભી બેંકોને સોંપવાનો નિર્ણયે  દૂધ પાંયને સાંપ ઉછેરવા  જેવો છે.

(3:57 pm IST)