Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જૂના ઝઘડાનો ખાર રાખી થોરાળાના સિધ્ધાર્થ મકવાણાને છરી ઝીંકાઇ

કાકા શામજીભાઇ તેના બે પુત્ર ચિરાગ અને નાગેશ અને દિલીપે હુમલો કર્યો

રાજકોટ,તા. ૨૫: ક્રિષ્ના પાર્કની બાજુમાં આવેલ વાડી પાસે જૂના ઝઘડાનો ખાર રાખી યુવાન પર તેના કાકા અને બે પુત્રો સહિત ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ન્યુ થોરાળા શેરી નં.૧માં રહેતો સિધ્ધાર્થ જીવણભાઇ મકવાણા (ઉવ.૨૦) પોતાના ઘર પાસે હતો ત્યારે મિત્ર રોહીત રાઠોડનો તેડી જવા બાબતે ફોન આવતા પોતે મિત્રને તેડવા માટે ક્રિષ્નાપાકસ્ની બાજુમાં આવેેલી અને તેના બે પુત્ર ચિરાગ અને નાગેશ તથા તેનો મિત્ર દિલીપ ચૌહાણ સહિતે આવીને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી સિધ્ધાર્થ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇને  છરી વડે હુમલો કર્યો હતો. દેકારો બોલતા ચારેય નાશી ગયા હતા. ઝપાઝપીમાં સોનાનો ચેઇન પણ લૂંટી ગયનો સિધ્ધાર્થે આક્ષેપ કર્યો છે. બાદ સિધ્ધાર્થને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ વડાવીયાએ તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)
  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST

  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST

  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST