Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ટી.એલ.સી. દ્વારા રાજકોટમાં સીમ્પથી ડ્રાઈવ યોજાઈ

ફૂલછાબ ચોકથી સાત હનુમાન મંદિર સુધી કાર રેલી બુકીંગ એજન્ટને પ્રોત્સાહન આપવા ઓનલાઈન બુકીંગ બંધ કરવા ઝુંબેશ

રાજકોટ, તા.૨૫: પ્રવાસન ઉદ્યોગને ફરીથી પ્રોત્સાહન આપવા અને ચેતનવંતુ બનાવવા ટુરીઝમ લીડર કલબ (ટી.એલ.સી.) દ્વારા આજે રાજકોટમાં સિમ્પથી ડ્રાઈવનું આયોજન  કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે ફૂલછાબ ચોકમાં ટી.એલ.સી.ના સભ્યો એકત્ર થયા હતા અને કાર રેલી સ્વરૂપે કુવાડવા રોડ ઉપર સાત હનુમાન મંદિર સુધી ગયા હતા. આ જ પ્રકારે અમદાવાદ  વડોદરા  અને  સુરત  એમ ચાર શહેરોમાં સીમ્પથી ડ્રાઈવનું આયોજન કરાયું છે. પ્રવાસન ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ પણ રજૂઆત કરવાનું આયોજન છે.

આ પ્રસંગે ટી.એલ.સી.ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અમેશભાઈ દફતરીએ જણાવેલ કે, રાજકોટમાં આજે બ્રહ્મ મુહૂર્તમાં આ ડ્રાઈવ શરુ થઇ હતી આ જ પ્રકારે  અમદાવાદમાં ૨૫-૨૬ ફેબ્રુઆરી, બરોડા ૨૭ ફેબ્રુઆરી અને સુરતમાં ૨૮ ફેબ્રુઆરીના રોજ ડ્રાઈવ યોજાશે.

આ બધા શહેરોમાં ખાસ કરીને ટુરીઝમ સાથે સંકળયોલા ભાગીદારોને પ્રોત્સાહન આપવાનો અને લોકલ ફોર વોકલ અને ઓનલાઈન બુકિંગનો વિરોધ એ મુખ્ય મુદો છે. આજે દ્યણી હોટલોમાં સ્ટાફ પાસે એક વર્ષથી રોજગાર નથી કે અડધા પગારથી ગુજરાન ચલાવે છે. ટ્રાવેલ એજન્ટોના આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત ટેકસી, બસ, એરલાઈન્સ સહિતના ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા દ્યણા લોકો નિરાશામાં જીવન જીવી રહ્યા છે તેને બિરદાવી અને પ્રોત્સાહન આપવાનો આ ડ્રાઈવનો મુખ્ય ઉદેશ છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના અતુલ્ય ભારતવર્ષ તથા દેખો અપના દેશના સ્વપ્નને સાકાર કરી શકાય અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વાઇબ્રન્ટ ગુજરાત પ્રોજેકટને પ્રોત્સાહન મળે. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ ઉપરાંત ખુશ્બુ ગુજરાત કી અને કુછ દિન તો ગુજારીયે ગુજરાતમેં હેઠળ ટુરિઝમનો ઘણો પ્રચાર થયો છે. એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિરનાર રોપ વે, સોમનાથ, સાસણ અને દ્વારકા પણ ટુરિઝમના કેન્દ્રો બન્યા છે. સાથોસાથ ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જેમ કે ટ્રાવેલ એજન્ટ, હોટલ ઉદ્યોગ, ટેકસ, ટુરીસ્ટ ગાઈડ, રેસ્ટોરન્ટ, પીકનીક સ્થળો, રેલવે, એરલાઈન્સ, બસ સેવા, સહિતના લોકોને રોજગાર મળતો રહે તેવા ઉમદા હેતુથી ટુરીઝમ લીડર કલબ દ્વારા ગુજરાતના મુખ્ય શહેરો જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં આ ડ્રાઈવનું આયોજન કરાયું છે.

આ ડ્રાઈવ સફળ બનાવવા માટે  ટુરીઝમ લીડર્સ કલબના ફાઉન્ડર પ્રમુખ અમેશભાઈ દફતરી, જનરલ મેનેજર પ્રકાશભાઈ વિસાણી તથા ગોલાલા ટુરના કેતનભાઈ પટેલ ઉપરાંત અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • એફિલ ટાવરથી પણ ઊંચા ભારતના ગૌરવની તસ્વીર : રેલમંત્રીએ આપી જાણકારી :જમ્મુ-કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચો પુલની કામગીરી અંતિમ તબક્કામાં : રેલવે મંત્રીએ તસ્વીર શેર કરી : કટડા -બનિહાલ વચ્ચે રિયાસીમાં ચિનાબ નદી પર આ પુલનું નિર્માણ access_time 1:20 am IST

  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST