Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

હરેશભાઈએ જન્મદિને વિદ્યાર્થીઓ પાસેથી લીધી અનોખી ભેટઃ દારૂ કે ધૂમ્રપાન ન કરવા અને માતા-પિતાને સાચવવા લીધું વચન

રાજકોટઃ તા .૨૫: ફેબ્રુઆરીના રોજ ફલાવર ગાર્ડનના લાઈબ્રેરીના સ્ટુડન્ટ્સના પ્યારા હરેશ અંકલના ૬૬ મા જન્મદિવસ ની ઉજવણી કેક કટિંગ કરીને સ્ટુડન્ટ્સ દ્રારા સરપ્રાઈઝ આપીને ઉજવવામાં આવેલ આ પ્રસંગે ઘાટકોપર ગુજરાતી સમાજ ના પ્રમુખ લોકપ્રિય અજાતશત્રુ જિતેન્દ્રભાઈ મહેતા, જાણિતા સમાજ સેવક રાજેશ ઠક્કર હિંગવાલા સ્થા. જૈન સંઘના મંત્રી છાયા કોટીચા, યુવક મંડળના પ્રવર કોટીચા, બિપીનભાઈ શેઠ, સતીષભાઈ પંચમીયા, હરેશભાઇ દોશી , શૈલેષભાઈ શાહની ઉપસ્થિતિમાં કેક સેલિબ્રેશન કરવામા આવેલ સ્ટુડન્ટ્સના પ્રેમને સ્વીકારી હરેશભાઈએ બાળકોની પાસેથી ગિફટ માંગણી કરી કે તેઓ કયારેય શરાબ અને ધ્રુમપાન કરશે નહિ અને જિંદગીભર પોતાના માતા- પિતાનુ સન્માન જાળવશે અને કયારેય હડધુત કરશે નહિ. આ બે સંકલ્પ દરેક સ્ટુડન્સ એ ઉંચા અવાજે હર્ષનાદથી વધાવી લીધા અને બધાએ એક સાથે વચન આપેલ.

અંતમા જિતેન્દ્રભાઈ મહેતા એ સર્વ સ્ટુડન્ટને અભિનંદન આપેલ અને સર્વને તેમની કેરીયર માટે શુભેચ્છા પાઠવેલ અને સ્ટુડન્ટ્સને કેરીયર માટે યોગ્ય માર્ગદર્શનની જરૂરીયાત હોય તો રૂબરૂ મળવાનુ કહેલ.

(3:15 pm IST)