Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટ એઈમ્સ માટે એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે ચંદનદેવસિંઘ કટોચઃ પૂનાથી આવશેઃ તમામ કામગીરી સંભાળશે

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે જાહેરાત કરતા જણાવ્યુ હતું કે રાજકોટ એઈમ્સ માટે એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે પૂનાની વિખ્યાત મીલટ્રી હોસ્પીટલ અને આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજના પ્રોફેસર શ્રી ચંદનદેવસિંઘ કટોચની કેન્દ્ર સરકાર દ્વારા ૩ વર્ષ માટે નિયુકિત કરાઈ છે. તેઓ ટૂંક સમયમાં તેમનો ચાર્જ સંભાળશે. એઈમ્સ અંગેની તમામ કામગીરી તેઓ સંભાળશે.

આ ઉપરાંત વીજયપુર(સામ્બા) - જમ્મુ, મદુરાઈ અને બીલાલપુર (હિમાચલ) એઈમ્સ માટે પણ અનુક્રમે નવી દિલ્હી એઈમ્સના મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. શકિતકુમાર ગુપ્તા, ડો. મંગુ હનુમનથા રાવ, (ડીન મેડીકલ કોલેજ-તિરૂપતિ) અને ડો. વીરસિંઘ નેગી (પોંડીચેરી)ની પણ નિમણૂંક કરાઈ છે.

(3:09 pm IST)