Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વિવિધ રાજ્યોના તરવૈયાઓ રાજકોટમાં ધૂબાકા મારશે

ડિસ્ટ્રીકટ સ્વીમીંગ એશો. દ્વારા ૨૪થી ૨૭ માર્ચ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધાઃ ઉમેશ રાજ્યગુરૂની રાહબરીમાં આયોજનઃ સ્પર્ધકોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગીની તક

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશનના પ્રમુખ તથા માજી મંત્રીશ્રી ઉમેશ રાજ્યગુરૂ તથા સેક્રેટરી શ્રી બંકિમ જોષી (સ્વીમીંગ કોચ, આરએમસી) જણાવે છે કે તા. ૨૪થી ૨૭ માર્ચ રાજકોટના આંગણે ૭૪મી ગ્લેનમાર્ક સીનીયર નેશનલ એકવેટિક ચેમ્પિયનશીપ આયોજન થયેલ છે. નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા અલગ અલગ રાજ્યમાંથી ૪૫૦ જેટલા ભાઈઓ-બહેનો ખેલાડી ભાગ લેવા રાજકોટ ખાતે આવશે.

સ્પર્ધામાં સ્વીમીંગ, વોટરપોલો અને ડાઈવિંગના ઈન્ડીયાના સારામાં સારા ખેલાડીઓમાં જેની ગણના થાય છે. તેવા ખેલાડીઓ અને ઓલમ્પિક અને કોમનવેલ્થ જેવી આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તર સુધીમાં ખૂબ સારો દેખાવ કરેલ હોય તેવા ખેલાડી પણ આ સ્પર્ધામાં ભાગ લેવા રાજકોટ ખાતે આવવાના છે. જેમા ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના જાણીતા તરવૈયા ખેલાડીઓ રાજકોટના આંગણે કૌવત દેખાડશે. આ સ્પર્ધામાંથી આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જેવી કે ઓલમ્પિક, કોમનવેલ્થ, વલ્ડ ગેમ, એશિયન ચેમ્પીયનશીપ જેવી સ્પર્ધા માટે પસંદગી થવા પાત્ર હોય છે. કોરોનાની ગાઈડ લાઈન મુજબ આ તરણ સ્પર્ધા દરમ્યાન ભાગ લેનાર ખેલાડીઓના મનોરંજન માટે પણ અલગ અલગ કાર્યક્રમોની વણજાર રાખવામાં આવી છે.

રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વીમીંગ એસોસીએશનના પ્રમુખ અને પૂર્વ મંત્રી શ્રી ઉમેશભાઈ રાજ્યગુરૂના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી બંકિમ જોષી (સ્વીમીંગ કોચ, આર.એમ.સી.), નીરજભાઈ દોશી, દિનેશભાઈ હાપાણી, પ્રકાશ કલોલા, મયુરસિંહ જાડેજા, મનનભાઈ ભારદ્વાજ, મૌલિક કોટીયા, ભગવતીબેન જોષી, હિરવા કોટેચા, હનીબેન જોબનપુત્રા, જયશ્રીબેન વાકાણી, યશ વાકાણી, દિવ્યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત કિયાડા, અમિત સાકરિયા, નિમિષ ભારદ્વાજ, જય લોઢીયા, અમિતભાઈ સોરઠીયા, સંજયભાઈ વઘાશિયા, સાગર કક્કડ, અશોકભાઈ અઢિયા, પ્રતાપ પરમાર, પ્રતાપ અઢિયા, સાવન પરમાર, અવની સાવલિયા, હીર મઢવી, દર્શન જોષી, જીજ્ઞેશ રામાવત તથા ભૂતપૂર્વ/વર્તમાન સ્વીમીંગ ખેલાડીઓ તથા વાલીઓ વગેરે લોકો આ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૨૯૨૫૯ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(12:45 pm IST)
  • પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ભાજપ સરકારની હિટલર સાથે સરખામણી કરી હતી : 2016 ની સાલમાં કરાયેલી આ સરખામણી યોગ્ય જણાઈ નથી : ભારતમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર તરાપ હોવાના કોઈ પુરાવા નથી : નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી આપતી વખતે યુ.કે.કોર્ટની ટકોર access_time 8:49 pm IST

  • રાજકોટ નજીક આવેલ ગોડલ ખાતેના સુપ્રસિદ્ધ માંડળ કુંડલા ગામે માતાજીના મંદિરમાં મોટી ચોરી થયાનું ભાવેશ ભોજાણી જણાવે છે : તસ્કરોએ માતાજીના આભૂષણો - છત્તર સહિત બધુ જ સાફ કરી નાખ્યાનું બહાર આવ્યુ છે : વિગતો મેળવાઈ રહી છે access_time 10:23 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST