Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વિજયને પચાવી પાંચ વર્ષ વિનમ્ર થઈને લોકોની સેવા માટે ખડેપગે રહીશું: જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની લહેર આવશે

રાજકોટમાં વિરાટ વિજય લોક અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકરોની મહેનતનો વિજય ગણાવ્યો : સંગઠનને અભિનંદન પાઠવ્યા

રાજકોટમાં મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ વિરાટ વિજય લોક અભિવાદન સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધતા જણાવ્યું હતું કે કાલથી જ રાજકોટ આવવાનું મન હતું પરંતુ કાર્યક્રમો અને વ્યસ્તતાને કારણે આવી શકાયું નહીં, 45 વર્ષથી લોકો ભાજપ પર હેત વરસાવી રહ્યા છે, તેને અમે ભુલશું નહીં, રાજકોટની પ્રજાએ સેવા કરવાની તક આપી છે, રાજકોટએ  દયા ખાધી અને ચાર સીટો કોંગ્રેસને આપી છે ભાજપને લોકોએ 68 બેઠક આપી છે

રાજકોટ જ નહીં પરંતુ રાજ્યની છ મહાનાગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને પ્રજાએ જડબાતોડ જવાબ આપ્યો છે ટિકિટ મળીને કે ના મળી પરંતુ લાખો કાર્યકરોએ મહેનત કરી હતી તેનો આ વિજય છે રૂપાણીએ સંગઠનને અભિનંદન  પાઠવ્યા હતા

   મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોર્પોરેશનની 1975માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, પ્રથમ ચૂંટણીમાં પણ જનસબંઘ અને જનતા મોરચાનો વિજય થયો હતો માત્ર એક ટર્મ જ રાજકોટએ કોંગ્રેસે સુકાન આપ્યું હતું

વધુમાં રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોની મજાક કરી રહી છે વોટબેન્કની રાજનીતિ કરે છે અને રાજીનામાના નાટકો કરી રહ્યાં છે અને ઈવીએમ પર ઠીકરા ફોડે છે જનતાએ જવાબ આપી દીધો છે વિપક્ષમાં પણ બેસવાને લાયક નથી

જીલાલ તાલુકા પંચાયતમાં પણ આવી જ લહેર વહેવાવાની છે દેશભરમાં મોદી અને ભાજપપની લહેર છેઅંતમાં માં રૂપાણીએ જણાવ્યું હતું જનતાના મતને  એળે જવા દેશું નહિ પાંચ વર્ષ સેવા કરશું વિજયને પચાવી વિનમ્ર થઈને લોકોની સેવામાં ખડેપગે રહીશું

 આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, રામભાઈ મોકરીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ, બિનાબેન આચાર્ય, કાશમીરાબેન  નથવાણી, ઉદય કાનગડ, માંધાતાસિંહ, ડો.જૈમન ઉપાધ્યાય, જનકભાઈ કોટક, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળિયા,મૌલેશ ઉકાણી,વી.પી.વૈષ્ણવ,  પરેશ ગજેરા, દર્શિત જાની ,લાભુ ખીમાણીયા,ધનશ્યામ હુંબલ, રાજુભાઈ બોરીચા, પ્રતાપભાઈ કોટક, કીશોર રાઠોડ, જીતુ કોઠારી સહિતનાં આગેવાનો, કાર્યકર્તાઓ, નવનિયુકત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:06 am IST)