Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રોટરી કલબ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

 તાજેતરમાં સાપર વેરાવળમાં નવી કન્યા શાળા દતક લીબા બાદ રોટરી મેટ્રો દ્વારા આર.આર. પટેલ કોલેજમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફકત બાળાઓએ રકતદાન કર્યુ હતુ. ૧૩૦ બોટલ રકત એકઠુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટેરીયન કિશોર રાજપોપટ હરેશભાઇ નાથાણી, ભરતભાઇ કામલીયા, આનંદા કામલીયા, મનીષા નાથાણી, સોનલ રાજપોપટ તથા રાજુભાઇ તંતી એ જહેમત ઉઠાવી હતી. તથા આર.આર. કોલેજના પ્રિન્સીપાલ શ્રી બાલધા તથા વાઇસ પ્રિન્સીપાલ અને બ્લડ ડોનેશનનાં સંચાલક ડો. તરલીકાબેન ઝાલાવડીયાએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)