Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ધી ઇન્સ્ટીટયૂશન ઓફ એન્જીનીયર્સના સૌરાષ્ટ્ર લોકલ સેન્ટરની વર્ષગાંઠની ઉજવણી

રાજકોટઃ ધી ઇન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ (ઇન્ડીયા)ની સ્થાપના ૧૯ર૦ માં કરવામાં આવેલ અને તેનું હેડકવાર્ટર કલકત્તા છે. ભારતભરમાં તેમની હેઠળ જુદા જુદા વિસ્તારોમાંં કુલ ૧ર૩ સ્ટેટ તેમજ લોકલ સેન્ટરો કાર્યરત છે જે પૈકીનું સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર માટેનું સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટમાં ફેબ્રુઆરી-૧૯૬૯ થી કાર્યરત છે.સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર રાજકોટની સ્થાપનાને પ૧ મું પૂર્ણ થતા તેની રંગારંગ ઉજવણી કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની ઇજનેરી કોલેજો તેમજ પોલીટેકનીકના વિદ્યાર્થીઓનું ટેલેન્ટ બહાર આવે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવેલ ત્યારબાદ ડો. આશિત એસ. પંડયા ચેરમેન આઇઇઆઇ સૌરાષ્ટ્ર લોકલ સેન્ટર દ્વારા ઉપસ્થિત મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓને આવકારવામાં આવેલ એન્જી. ડી.વી.સયદે, ચેરમેન એકટીવીટી કમીટી દ્વારા સ્પર્ધાની રૂપરેખા સમજાવવામાં આવેલ તેમજ આઇઇએઇ સૌરાષ્ટ્ર લોકોલ સેન્ટરની પ્રવૃતિ વિષે માહિતી આપવામાં આવેલ. અંતમાં એન્જી.રણછોડ કે. બાબરીયા ઓનરરી સેક્રેટરી દ્વારા આભારવિધિ કરવામાં આવેલ. પ્રથમ દિવસે મુખ્ય મહેમાન આર.એમ.મકવાણા, અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઇ યોજના વર્તુળ, રાજકોટ દ્વારા સ્પર્ધાઓ ખુલ્લી મુકવામાં આવેલ હતી. આ તકે પ્રો.(ડો.) ઘનશ્યામભાઇ આચાર્ય, પ્રીન્સીપાલ આત્મીય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેલ હતા.ટેકનીકલ ટોપીક પર પ્રોજેકટ સ્પર્ધામાં પ૮ પ્રોજેકટ જુદી જુદી એન્જી. અને પોલીટેકનીકના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ હતા. પોસ્ટર સ્પર્ધામાં ૪પ ોસ્ટરો ટેકનીકલ વિષયો પરના રજુ કરવામાં આવેલ હત.બાદમાં પ્રોજેકટોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. સ્પર્ધાઓ પૂર્ણ થતા મુખ્ય મહેમાન પ્રો.(ડો.) સી.એચ.વિઠ્ઠલાણી, એચ.ઓ.ડી.ઇ.સી. એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ, સરકારી ઇજનેરી કોલેજ રાજકોટના અધ્યક્ષસ્થાને સમાપન સમારોહ યોજવામાં આવેલ હતો. જેમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે પ્રો.વણઝારા વી.વી.પી.એન્જી. કોલેજ રાજકોટ વિગેરે ઉપસ્થિત રહેલ હતા. પ્રમુખસ્થાનેથી પ્રો.(ડો.) સી.એચ. વિઠ્ઠલાણી, પ્રો વણઝારા તેમજ એન્જી. પરેશ ગોસાઇ રીટા. ટાટા કેમીકલ, મીઠાપુર દ્વારા પ્રવચનો કરવામાં આવેલ હતા. આ સ્પર્ધાઓમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની જુદી જુદી ૧૬ એન્જી.અને પોલીટેકનીકના કુલ ર૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ઉપરાંત આ સંસ્થાના ઇજનેર સભ્યો કોલેજોના ફેકલ્ટીઝ પ્રીન્સીપાલો તેમજ એમીનેન્ટ ઇજનેરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધેલ હતો.

(3:54 pm IST)