Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ફિલ્મ 'પાત્ર': ગુમનામ ચિત્રકાર કે.આર.યાદવના જીવન ચરિત્રની વાર્તા

ફિલ્મના નિમાર્તા ભુપતભાઇ ભોદર, મીલનભાઇ મીઠાણી, અભિનેતા દિનેશ લાંબા, દિગ્દર્શક ભાવીન ત્રિવેદી અકિલાની મુલાકાતે

અકિલા ફેસબુક લાઈવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને ફિલ્મ 'પાત્ર' વિશે માહિતી આપતા ઉદ્યોગપતિ અને ફિલ્મના નિર્માતા ભૂપતભાઈ બોદર, મિલનભાઈ મીઠાણી, અભિનેતા દિનેશ લાંબા, દિગ્દર્શક ભાવિન ત્રિવેદી સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.  રર :. ગુજરાતના જાણીતા ગુમનામ ચિત્રકાર કે.આર. યાદવના જીવન ઉપર આધારીત ગુજરાતી ફિલ્મ પાત્ર રીલીઝ થઇ છે. આ ફિલ્મના અભિનેતા દિનેશ લાંબા, નિર્માતા ભુપતભાઇ ભોદર, મિલનભાઇ મીઠાણી, ભાવીનભાઇ ત્રિવેદીએ અકિલા ફેસબુક લાઇવમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ પાત્ર ફિલ્મ વિષે વિગતો રજુ કરી હતી.

ફિલ્મના પ્રોડયુસર અને જાણીતા ઉદ્યોગપતિ ભુપતભાઇ બોદરે જણાવ્યુ હતું કે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આવી ફિલ્મ બની નથી. કોઇ ચિત્રકારની કળાની વાત રજુ કરતી હોય તેવી આ પ્રથમ ફિલ્મ છે.  આ ફિલ્મનું શુટીંગ રાજકોટ, ગોંડલ, વિરપુર, જેતપુર, અમદાવાદ સહીતના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું શુટીંગ રર દિવસમાં પુર્ણ કરવામાં આવ્યું છે.

ગઇકાલે રાજકોટમાં અનેક જાણીતી હસ્તીઓએ પાત્ર ફિલ્મ નિહાળ્યું હતું અને આ ફિલ્મને બિરદાવ્યું છે.

ફિલ્મના અભિનેતા દિનેશ લાંબાએ જણાવ્યું હતું કે ચિત્રકાર કે.આર.યાદવના જીવન ચરિત્ર ઉપરની આ ફિલ્મ હોવાથી મારે પેઇન્ટીંગ તથા બ્રસ કળા અંગે પણ માર્ગદર્શન મેળવવું પડયું હતું. હું પરર્ફોમીંગ્સ આર્ટમાં હોવાથી ચિત્રકારની કળાને કઇ રીતે ફિલ્મમાં દર્શાવવી? તે અંગે પણ ખુબ જ ધ્યાન પુર્વક માર્ગદર્શન મેળવ્યું છે.

ફિલ્મના દિગ્દર્શક અને ગુજરાતી ફિલ્મ રોલ નં. પ૬ ના નિર્માતા ભાવીનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કનૈયાલાલ રામચંદ્ર યાદવના નામના વ્યકિત ગુમનામ સ્થિતિમાં રહેતા હતા અને ઝુંપડીમાં જન્મ્યા હતા  અને તેમનું અવસાન પણ ઝુંપડીમાં જ થયું હતું. ચિત્રકાર તરીકે ખુબ જ જાણીતા થયા હોવા છતા પણ તેઓએ કયોરય પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે કામ કર્યુ ન હતું.

ભાવીનભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, કે.આર.યાદવના જીવન ઉપરની આ ફિલ્મ હોવાથી આ ફિલ્મમાં તેમના ઓરીજીનલ પેઇન્ટીંગ, કોટ, તેઓ ઉપયોગમાં લેતા તે તમાકુની ડબ્બી તથા તેઓ રેડીયો સાંભળતા તે રેડીયાનો પણ ઉપયોગ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.

અકિલા કાર્યાલયની મુલાકાત સમયે પ્રોડયુસર ભૂપતભાઈ બોદર, મિલનભાઈ મીઠાણી, ડાયરેકટર ભાવિનભાઈ ત્રિવેદી, અભિનેતા દિનેશ લાંબા, રાજુભાઈ કિકાણી, નિલેશ ખૂંટ ઉપસ્થિત રહ્યા હતા.

અમેરીકાના સૌથી મોટા કોલમ્બસ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

રાજકોટઃ શિવમ જેમીન એન્ટર પ્રાઇઝ પ્રા.લી. દ્વારા શુક્રવારથી રીલીઝ કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ પાત્રની ૬૬ કોલમ્બસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ-ર૦૧૯માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. કોલંમ્બસ ફિલ્મ ફેસ્ટીવલ અમેરીકા ખંડનો સૌથી મોટો ફેસ્ટીવલ છે.

નોઇડા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ડાયરેકટર એવોર્ડ, પુના ખાતે છત્રપતી શિવાજી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ડાયરેેકટર એવોર્ડ, હૈદરાબાદ ખાતે ઇન્ડીયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલમાં જયુરી એવોર્ડ, જર્મની ખાતે ગ્લોબલ ફિલ્મ કોમ્પીટીશનમાં મેરીટ એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાતી ફિલ્મ ''પાત્ર''ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ : ૧૯૫૦ના દાયકામાં ચિત્રકાર કનૈયાલાલ યાદવના જીવન ઉપર બનેલી ફિલ્મ : ફિલ્મના નિર્માતા ભુપતભાઈ બોદરની આ ફિલ્મને અમેરિકાના ફિલ્મ ફેસ્ટીવલમાં કુલ ૧૦ એવોર્ડ મળ્યાઃ મુખ્ય પાત્ર દિનેશ લાંબાએ ભજવ્યું

રાજકોટ,તા. ૨૫ :. શિવમ જેમીન એન્ટરપ્રાઈઝ પ્રા.લિ.પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ''પાત્ર'' એ ગુજરાતી સિનેમાને ગૌરવ અપાવ્યું છે. એક સાચા કલાકારના સંઘર્ષમય જીવન પર આધારીત આ ફિલ્મ બની છે. બેસ્ટ ફિલ્મ સહિત આ ફિલ્મને કુલ ૧૦ એવોર્ડ મળ્યા છે.

ફિલ્મના નિર્માતા ભુપતભાઈ બોદર તથા મિલન ભારડ છે. દિગ્દર્શક ભાવિન ત્રિવેદી અભિનયના ઓજસ પાથરનાર દિનેશ લાંબા તથા પીનલ ઓબેરોય ગજબ અભિનય કરી ''પાત્ર'' ફિલ્મને ઉંચાઈએ પહોચાંડી છે. ફિલ્મમાં સિન્ક સાઉન્ડની ઉપયોગ થયો છે. મ્યુઝીક ડાયરેકટ અકુંર ભટ્ટએ સંગીત આપીને ''પાત્ર'' ફિલ્મને સંગીતમય બનાવી છે.

અમેરિકામાં ફિલ્મ ફેસ્ટીવલમાં કોલમ્બસ ઈન્ટરનેશનલમાં ''પાત્ર'' ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સહિત અનેક એવોર્ડના નોમીનેશન મળ્યા હતા. કુલ આ ફિલ્મને ૧૦ એવોર્ડ મળેલા છે.

ફિલ્મ ''પાત્ર'' એ ૫૦ના દાયકામાં થઈ ગયેલા એક ચિત્રકાર કનૈયાલાલ રામચંદ યાદવની જીવનની વિષય વસ્તુને વણી લેવામાં આવી છે. જેમનુ જીવન અંત્યત સંઘર્ષમય હતું. તેમણે પોતાની જીંદગી કલાને સમર્પિત કરી હતી. જીવનથી મૃત્યુ સુધી ઝુપડીમાં રહી પોતાનું જીવન વિતાવ્યું હતું.

ફિલ્મમાં યાદવ સાહેબનું પાત્ર નિભાવનાર અભિનેતા દિનેશ લાંબાના અભિનયના પણ ભરપેટ વખાણ થયા છે. સાથે જ પિનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, કિશન ગઢવી, હેમાંગ શાહ જેવા અન્ય કલાકારોએ પણ ફિલ્મમાં પ્રાણ ફુંકયા છે.

સત્ય ઘટના આધારીત એક ચિત્રકારની સંઘર્ષમય જીવન પર આધારીત આ ફિલ્મ છે. ડાયરેકર ભાવિન ત્રિવેદી, નિર્માતા ભુપતભાઈ બોદર, મીલનભાઈ મીઠાણી છે. આ ફિલ્મનું લેખન ભાવિન ત્રિવેદી તથા રોનક સોપારીવાલાએ કર્યુ છે.

(3:46 pm IST)