Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રૈયાધાર પાસેથી વર્ના કારમાં દારૂની હેરાફેરી કરતો ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી ર૪૦ બોટલ સાથે પકડાયો

રૈયાધાર સ્લમ કવાર્ટરના ભાવેશ સભાડની શોધ : ક્રાઇમબ્રાંચે દારૂની ૧ર બોટલ સાથે રવિરાજસિંહને અને ભકિતનગર પોલીસે ૧પ બોટલ સાથે સમીર ઉર્ફે સલીમને ઝડપી લીધો

રાજકોટ, તા. રપ :  રૈયાધાર મફતીયા પરા પાસેથી યુનિવર્સિટી પોલીસે વર્નાકારમાં દારૂની હેરાફેરી કરતા એક શખ્સને દારૂની ર૪૦ બોટલ સાથે તથા ક્રાઇમબ્રાંચે ગવરીદળ પાસેથી ૧ર બોટલ સાથે એક અને ભકિતનગર પોલીસે આનંદનગરમાંથી દારૂની ૧પ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડી.સી.પી. રવીમોહન સૈની અને મનોહરસિંહ જાડેજાએ વિદેશી દારૂની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિને નાબુદ કરવા માટેની સુચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, તથા હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાસિંહ જાડેજા, જેન્તીગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. હરપાલસિંહ જેન્તીગીરી અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે રૈયાધાર મફતીયાપરા પાણીના ટાંકા પાસેથી એક જીજે.૧૮ એ.બી. ૯૬૪૮ નંબરની વર્નાકારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૭ર૦૦૦ની કિંમત ની ર૪૦ દારૂની બોટલ મળી આવતા કાર ચાલક ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી વનરાજસિંહ જાડેજા (ઉ.વ.રપ) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર) ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતો ભાવેશ જોગાભાઇ સભાડ પાસેથી દારૂ લઇ આવ્યો હોવાની કેફીયત આપતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

જયારે બીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના પીઆઇ એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અભીજીતસિંહ સહિતે ગવરીદળ ગામ પાસે દરોડો પાડી રૂ. પ૪૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ સાથે રવિરાજસિંહ લખધીરસિંહ ઝાલા (ઉ.વ.૩૦) (રહે. મોરબી રોડ રતનપર ગામ) ને પકડી લીધો હતો.

જયારે ત્રીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ રણજીતસિંહ, વિક્રમભાઇ, સલીમભાઇ, હિરેનભાઇ ભાવેશભાઇ, રવિરાજભાઇ તથા વિશાલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાવેશભાઇ તથા રવીરાજભાઇને મળતી બાતમીના આધારે આનંદનગર મેઇન રોડ ભીડભંજન મહાદેવ મંદિર પાસે દરોડો પાડી રૂ. ૭પ૦૦ ની કિંમતની દારૂની ૧પ બોટલ સાથે સમીર ઉર્ફે સલીમ ઉર્ફે સલીયો આમદભાઇ જુણેજા (ઉ.વ.ર૦) (રહે. આનંદનગર કોલોની બ્લોક નં. એલ/૬ રૂમ નં. ૬૯ કોઠારીયા રોડ) ને પકડી લીધો હતો. જયારે આનંદનગર કોલોની બ્લોક નં. ૪ એચ કવાર્ટર નં. ૧૬૩ માં રહે તો દિનેશ ઉર્ફે દીનો માવલાની શોધખોળ હાથ ધરી છે.

(3:42 pm IST)