Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૃઃ પહેલા દિવસે ૧ર૦૦ ફોર્મ ઉપડયા...

EWS-૧, EWS-ર, LIG-MIG પ્રકારના કુલ ૩૯૭૮ આવાસો બનશે...

રાજકોટ તા. રપ :.. પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત (PMAY)  EWS-૧, EWS-ર, LIG-MIG કેટેગરીના જુદા જુદા ૧૦ સ્થળોએ બાંધવામાં આવનાર કુલ ૩૯૭૮ આવાસોની ફાળવણી માટે રૂડા કચેરી દ્વારા તા. ર૪ થી ફોર્મનું વિતરણ આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએચસી બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના ત્રણ સીવીલ સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ પ૩ સ્થળોએથી શરૂ કરવામાં આવેલ છે.

રૂડાની આવાસ યોજનાના ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ ૧૧ર૮ ફોર્મનું વિતરણ  થઇ ગયેલ છે. આવાસ માટેના ફોર્મ મેળવવા માટે લોકોએ લાંબી લાઇનમાં ઉભુ રહેવું ન પડે તથા અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી રૂડા દ્વારા બહાર પાડવામાં આવેલ આવાસ યોજના માટેના ફોર્મ વિતરણ માટે રૂડાના ચેરમેન દ્વારા આગોતરૃં આયોજન ગોઠવવામાં આવેલ છે. જેના ભાગ રૂપે રૂડા દ્વારા ફોર્મ વિતરણ તથા ફોર્મ પરત લેવા માટે એક સાથે ત્રણ - ત્રણ બેંકો નિયુકત કરવામાં આવેલ છે તથા ત્રણે બેન્કોની ૪૯ શાખાઓ  તથા કોર્પોરેશનના ત્રણ સીવીક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ પ૩ મારફત આ કાર્યવાહી હાથ ધરેલ છે. આ વ્યવસ્થાને લીધેલા લાભાર્થીઓનો કયાંય ઘસારો જોવા મળેલ નથી કે કયાંય લાંબી લાઇનો થયેલ નથી. વધુમાં આવાસ મેળવવા ઇચ્છુક લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી શકે તે માટે સંપૂર્ણ વિગતો સાથેની બેનરોની વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા તમામ સેન્ટરો પર લગાવામાં આવેલ છે.

(3:41 pm IST)