Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પ્લીઝ, પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડતા : જાથા

બોર્ડની પરીક્ષાના દિવસોમાં ધાર્મિક મેળાવડા, કથા, ઉજવણીઓ બંધ રાખવા અપીલ

રાજકોટ તા. ૨૫ : ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિનો વિદ્યાર્થી જગતની કારકીર્દીનો નિર્ણયાત્મક સમય ગણાય છે. આ દિવસોમાં બોર્ડ, યુનિવર્સિટી કે અન્ય શાખાઓમાં પરીક્ષાઓ ચાલતી હોય છે. જેથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને ખલેલ ન પડે તે માટે શાંતિ જાળવવા અને ધાર્મિક મેળાવડા, કથાઓ ઉજવણી જેવા જાહેર આયોજનો બંધ રાખવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરાઇ છે.

બની શકે તો આવા આયોજન નહીં કરવા અને કરવા જ પડે તેમ હોય તો ઘોંઘાટ ન થાય તે રીતે શહેર કે ગામની બહાર ખુલ્લી જગ્યાઓમાં કરવા વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વિનંતી કરી છે. કોઇ કાર્યક્રમોનો વિરોધ નથી. પરંતુ પરીક્ષાઓથી વિદ્યાર્થીની કારકીર્દી ઘડાતી હોય છે. તેમના આખા જીવનનો મદાર આવી મહત્વની પરીક્ષાઓ પર રહેલો હોય છે. ત્યારે પરીક્ષાના દિવસોમાં વિવેકબુધ્ધીથી નિર્ણય લેવા અંતમાં જાથાના શ્રી પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અપીલ કરી છે.

(3:39 pm IST)