Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા વડિલ વંદના : વિદ્યાર્થી સન્માન

રાજકોટઃ ઔદિચ્ય મહારાજશ્રી ઘેલારામજી બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપ દ્વારા તાજેતરમાં જ્ઞાતિના ૭૦ વર્ષથી વધુ વય ધરાવતાં પ૪ વડીલ ભાઇઓ તથા બહેનોનું વડીલ વંદના કાર્યક્રમ હેઠળ મોમેન્ટો તથા શાલ અને રૂમાલ તથા પુસ્તક અર્પણ કરીને સન્માન કરવાનો સમારંભ રાજેશભાઇ બી.રાજયગુરૂ(આઇ.એ.એસ.) જીલ્લા વિકાસ અધિકારી-સુરેન્દ્રનગર અધ્યક્ષ પદે યોજાયેલ કાર્યક્રમનું ઉદ્દઘાટન ગર્વમેન્ટ હોસ્પિટલ રાજકોટના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિષભાઇ મહેતાએ કરેલ. આ પ્રસંગે જ્ઞાતિના અગ્રણીઓ પિયુષભાઇ મહેતા, ડો. કે.એમ.જોશી, રમણીકભાઇ જોશી, શાસ્ત્રીજી ચંપકભાઇ જી.રાજયગુરૂ, લાભુભાઇ વ્યાસ, તેમજ (સમસ્ત બ્રહ્મસમાજ) ના ભૂ.પૂ. પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય) એ હાજર રહી. પ્રસંગોપાત પ્રવચનો કરેલ. આ તકેમાતૃ વંદના સંસ્થાના કમીટી મેમ્બર દિપકભાઇ પંડયા તથા દિલીપભાઇ મહેતાએ જણાવેલ છે આગામી કાર્યક્રમમાં જે માતાને એક અથવા એકથી વધુ દિકરીઓ હોય તેવા માતા તથા પુત્રીનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનાં પ્રમુખ તરીકે ઉપસ્થિત રહેલ રાજેશભાઇ બી. રાજયગુરૂ (આઇ.એ.એસ.) ના માતા શારદાબેન ભાનુશંકર રાજયગુરૂનું પણ વડીલ વંદનામાં સન્માન કરેલ. જેઓ શિક્ષિકા તરીકે રીટાયર્ડ થયેલ ૯૦ વર્ષની ઉંમરે તેઓ તંદુરસ્ત જીવન જીવે છ.ે તેમણે ઘેલારામજી જ્ઞાતિના કોઇપણ વિદ્યાર્થીને અભ્યાસ માટેના પુસ્તકો ભણવા માટેની ફી તેમજ તેઓનો ભણતર બાબત આર્થિક અગવડતા હોય તેવા વિદ્યાર્થીને માટે સંસ્થાને રૂ.રપ,૦૦૦/- એનાયત કરેલ છે. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ઇન્દ્રવદનભાઇ રાજયગુરૂએ કરેલ. આભાર દર્શન દિલીપભાઇ મહેતાએ અને સંચાલન દિપકભાઇ પંડયા, ઉદયભાઇ પંડયા અને ભુમીતભાઇ જાનીએ કરેલ. આ કાર્યક્રમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કુલ ર૯ને પણ સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિલીપભાઇ મહેતા, સુધીરભાઇ પંડયા, ઇન્દ્રવદનભાઇ રાજયગુરૂ, હર્ષદભાઇ રાવલ, અમીતભાઇ રાજયગુરૂ, રાકેશભાઇ રાજયગુરૂ, જતીનભાઇ પંડયા, દિપકભાઇ પંડયા, ધ્રુમીતભાઇ જાની, ઉદયભાઇ પંડયા, દિપકભાઇ રાજયગુરૂ, પિયુષભાઇ મહેતા, રાજેશભાઇ મહેતા, વિધિબેન પંડયા સક્રિય સહકાર સાથે કાર્યક્રમ સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવેલ.

(3:29 pm IST)