Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

અમદાવાદમાં ટ્રમ્પ સહિતના મહેમાનો માટે આઈટીસી ફોર્ચ્યુન દ્વારા ખાસ ગુજરાતી મેનુ બનાવેલુ

દિલ્હીની આઈટીસી મૌર્યના સ્યુટમાં સ્પેશ્યલ સ્યુટ બનાવાયો

રાજકોટ, તા. ૨૫ : અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની યાત્રાએ છે અને તેમની મહેમાનગતી કરવાની તક દેશના નામાંકિત હોટેલ ગ્રુપ આઈટીસીને પ્રાપ્ત થઈ છે. દિલ્હીની આઈટીસી મૌર્યના ચાણકય સ્યુટમાં ઉતર્યા છે. આઈટીસી દ્વારા આ સ્પેશ્યલ સ્યુટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેઓ આજે રાત્રે અમેરીકા જવા નીકળશે.

ગઈકાલે અમદાવાદમાં આગમનના પ્રથમ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ માટે ભોજનનું સમગ્ર મેનુ આઈટીસી ફોર્ચ્યુન દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતું. ગુજરાત ટુરીઝમ દ્વારા તેમની ચકાસણી કરીને તેને પ્રમાણિત કર્યુ હતું. આઈટીસીએ ટ્રમ્પની ટીમ અને મહેમાનો માટે ખાસ ગુજરાતી મેનુ તૈયાર કર્યા હતા. અમદાવાદ આવેલા અમેરીકન મહેમાનોને મહેમાનગતિનો અનુભવ કરવા માટે રાજકોટ ફોર્ચ્યુન, અમદાવાદ, ગાંધીનગર અને ગુજરાતની તમામ આઈટીસી ગ્રુપની હોટલના મેનેજમેન્ટ ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હી હતી.

આઈટીસી જૂથ વિશ્વ નેતાઓની ભારતમાં મહેમાનગતિને સુખદ અનુભવ પૂરો પાડવામાં નિષ્ણાંત પુરવાર થઈ છે. અગાઉ અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાને પણ આઈટીસી હોટલ ગ્રુપ હોસ્ટ કરી ચૂકયુ છે. આઈટીસી ફોર્ચ્યુન અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પણ હોસ્ટ કરી ચૂકી હોવાનું શ્રી ચિરાગભાઈ પઢીયાર (હોટેલ ફોર્ચ્યુન રાજકોટના સીનીયર સેલ્સ એકિઝકયુટીવ) અને શેઠ અમીતભાઈ પુરસોડા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:28 pm IST)