Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સીંગતેલ ભડકે બળે છેઃ ડબ્બાનો ભાવ ૨૦૦૦

બે દિવસમાં ૩૦નો ઉછાળોઃ કાચા માલની અછતના બહાને સટોડીયાઓ બેકાબુઃ હજુ પણ ભાવો વધશે

રાજકોટ, તા. ૨૫ :. સીંગતેલમાં ફરી સટોડીયાઓ સક્રિય થયા હોય તેમ ભાવોમાં ફરી ઉછાળો થયો છે. બે દિ'માં સીંગતેલ ડબ્બે ૩૦ રૂા.નો ભાવ વધારો થતા સીંગતેલ ડબ્બાનો ભાવ ૨૦૦૦ રૂ. પાર કરી ગયો છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ સીંગતેલમાં તેજી જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૧૯૫ રૂ. હતા તે વધીને આજે બપોરે ૨ વાગ્યે ૧૨૦૦ થઈ ગયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૧૯૭૦થી ૨૦૦૦ રૂ. હતા તે વધીને ૧૯૭૫થી ૨૦૦૫ રૂ. થઈ ગયા છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલ ડબ્બે ૩૦ રૂ.નો તોતીંગ વધારો થયો છે.

કાચા માલની અછતના બહાને સટોડીયાઓ ફરી બેકાબુ બન્યા હોય તેમ સીંગતેલમાં ક્રમશઃ સતત ભાવ વધારો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવ વધે તેવી શકયતા છે.

(3:16 pm IST)