Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

કુવાડવા રોડ પર ટાયરમાં પંચર પડતાં કાર ઉછળીને ડિવાઇડર ઠેંકી પલ્ટી ખાઇ ગઇઃ ત્રણ મિત્રો ઘાયલ થયા

સુનિલ, ભાવિન અને નાહિદ એસી રિપેરીંગનું કામ કરી બામણબોરથી રાજકોટ આવતા'તા ત્યારે રાત્રે બનાવ

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ પર પટેલ વિહાર સામેના રોડ પર મોડી રાતે સાડા અગિયારેક વાગ્યે રાજકોટ તરફ આવી રહેલી કારના ટાયરમાં પંચર પડતાં ચાલકે કાબુ ગુમાવતાં કાર ડિવાઇડર ઠેંકી સામેના રોડ પર ઉભેલા આઇશર ટ્રક સાથે અથડાતાં કારમાં બેઠેલા ત્રણ મિત્રોને ગંભીર ઇજાઓ થતાં સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગોકુલધામ આરએમસી કવાર્ટરમાં રહેતાં નાહિદ અલ્તાફભાઇ મોદી (ઉ.૨૧), ગોકુલધામ પાસે ભોલેનાથમાં રહેતાં ભાવિન વિનોદભાઇ ગોહેલ (ઉ.૨૮) અને નવલનગર-૯માં રહેતાં સુનિલ ચંદુભાઇ જોષી (ઉ.૩૨)ને રાતે કુવાડવા રોડ પર કાર અને આઇશરના અકસ્માતમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ કુવાડવાના એએસઆઇ રાયધનભાઇ ડાંગર અને અજીતભાઇ લોખીલે હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કર હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ત્રણ મિત્રો નાહિદ, ભાવિન અને સુનિલ એસી રિપેરીંગનું કામ કરે છે. ગઇકાલે બપોરે તે બામણબોર રિપેરીંગના કામ સબબ ગયા હતાં. ત્યાંથી રાતે પરત આવતાં હતાં ત્યારે કારના ટાયરમાં પંચર પડતાં કાર ડિવાઇડર ઓળંગી સામેની સાઇડના રોડ પર ઉભેલા આઇશર સાથે અથડાતાં ત્રણેય મિત્રોને ઇજા થઇ હતી. ત્રણેયને સિવિલમાંથી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

(11:27 am IST)