Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

૧ લી માર્ચે નવા કોર્ટ બિલ્ડીંગનું ખાતુમુર્હુત યોજાશે ઘંટેશ્વરની વિશાળ ૧૪ એકર જમીન ઉપર બિલ્ડીંગ બનશે

વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને રાજકોટ બાર એસો. દ્વારા તૈયારીનો ધમધમાટ, ચીફ જસ્ટીશ-મુખ્યમંત્રી કાયદા પ્રધાન સહિતનાઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ર૪ :.. શહેરની ભાગાળે ઘંટેશ્વર ગામના  સર્વે નંબર ૧પ૦ ની વિશાળ જમીન ઉપર આગામી તા. ૧ લી માર્ચના ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ આલોકનાથ અને મુખ્યમંત્રીશ્રી વિજયભઇ રૂપાણીની અધ્યક્ષતામાં નવા કોર્ટ સંકુલનું ખાતમુર્હુત થનાર છે.

આ અંગે કલેકટર તંત્ર અને કોર્ટ તંત્ર તેમજ રાજકોટ બાર એસો.ના દ્વારા આ કાર્યક્રમ અંગેની તડામાર તૈયારીઓ થઇ રહી છે.

આગામી તા. ૧ ના રોજ ઘંટેશ્વરની ૧૪ એકર જમીન ઉપર સવારના ૧૧ વાગ્યે  ખાત મુર્હુતનો કાર્યક્રમ યોજાયો છે. આ જગ્યાએ કુલ પાંચ માળના અલગ -અલગ બિલ્ડીંગો બનાવવામાં આવશે.

આગામી તા. ૧ માર્ચે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ શ્રી આલોકનાથ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, કલેકટરશ્રી, ડીસ્ટ્રીકટ જજ શ્રી ગીતાબેન ગોપી રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી વિગેરે ઉપસ્થિત રહેનાર છે.

છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ કોર્ટ બિલ્ડીંગના સ્થળાંતરની કાર્યવાહી ચાલી રહી છે. હવે તેનો આગામી તા. ૧ માર્ચના અંત આવશે અને રાજકોટ નજીક ઘંટેશ્વર ખાતે આવેલ સર્વે નં. ૧પ૦ ની ૧૪ એકટ જેટલી વિશાળ જગ્યા ઉપર નવા કોર્ટ સંકુલનું આયોજન થશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર, ન્યાય તંત્ર અંને રાજકોટ બાર એસો. સહિતના સંબંધીત તંત્રો દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

(3:38 pm IST)