Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે બાળ વૈજ્ઞાનિકો-વીર સૈનિકોના પરિવારજનોના હસ્તે સાયન્સ સેન્ટર ખાતે ધ્વજવંદનઃ NCC દ્વારા પરેડ

રાજકોટ,તા. ૨૫ : રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયંસ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. આગામી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૩નાં રોજ રીજીયોનલ સાયન્સ સેન્ટર - રાજકોટ ખાતે '૭૪માં ગણતંત્ર દિવસ' નિમિતે રાષ્ટ્ર માટે શહીદી વહોરનાર વીર સૈનિકોનાં પરિવારજનો તથા બાળ વૈજ્ઞાનિકોના હસ્તે ધ્વજવંદન તથા એનસીસી કેડેટ્સ અને બેન્ડ દ્વારા પરેડ સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે.

રીજનલ સાયન્સ સેન્ટર રાજકોટ ૭૪માં પ્રજાસત્ત્ાક દિનને આગવી ઢબે ઉજવવા જઈ રહ્યું છે, જેમાં બાળ વૈજ્ઞાનિક અને રાષ્ટ્ર માટે સર્વસ્વ સમર્પિત કરનાર અને શહીદી વહોરનાર વીર શહીદોને વીરાંજલિ આપી તેમનાં આપ્તજનો અને પરિવારજનોના હસ્તે ધ્વજવંદન કરાવી, સન્માનીત કરી, આપણી ભાવિ પેઢી વિદ્યાર્થીઓ અને યુવાનોને અને રીજીઓનલ સાયન્સ સેન્ટરના તમામ મુલાકાતીઓને રાષ્ટ્રભકિત અને દેશભકિતનો પ્રેરણારૃપ સંદેશ આપી શકાય એ હેતુથી આપણાં ૭૪માં ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમનો ભાગ બનવા માટે મુલાકાતીઓએ તારીખ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેના માટેની ગૂગલ ફોર્મ લીંક ત્ર્દ્દદ્દષ્ટસ્નૅં//ણુજ્ઞ્દ્દ.શ્રક્ક/૩ઞ્ફશ્રઞ્ધ્ત્ત્  નો ઉપયોગ કરી શકાય છે અથવા નીચે આપેલ મ્ય્ કોડ સ્કેન કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ કાર્યક્રમમાં જોડાવવા રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ તરફથી સમગ્ર રાજકોટવાસીઓને અપીલ છે. વધુ વિગત માટે સેન્ટરના ફોન નં. ૦૨૮૧-૨૯૯ ૨૦૨૫ પર સંપર્ક સાધવો.

(4:08 pm IST)