Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વોર્ડ નં. ૮માં ડી.આઇ.પાઇપલાઇનનું ખાતમુહુર્ત

 વોર્ડ નં. ૮માં આત્‍મીય સ્‍કૂલ પાસે પાણીની ડી.આઇ. પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહના હસ્‍તે તેમજ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, વોર્ડ પ્રભારી નિતીન ભુત, વોર્ડ પ્રમુખ તેજશ જોષી, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, જયસુખ મારવિયા, કોર્પોરેટર અશ્વીન પાંભર, બીપીન બેરા, ડો.દર્શનાબેન પંડયાની ઉપસ્‍થિતીમાં ખાતુમૂર્હત કરવામાં આવેલ. આ પ્રસંગે મયુર પાંભર, સંદીપ દેથાણી, ભરતસિંહ ડાભી, નિલેશ ભટ્ટ, દિલસુખ રાઠોડ, જસ્‍મીન મકવાણા, રક્ષાબેન જોષી, હર્સિતાબેન કાસુન્‍દ્રા, શોભનાબેન સોમૈયા, દિવ્‍યાબેન ઉમરાણીયા સહીતના બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:55 pm IST)