Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

શ્રી સરસ્‍વતી દેવીના પુજનનું શાષાોકત મહાત્‍મય

સંવત ૨૦૭૯ ઇ.સ.૨૦૨૩ વસંતપંચમી મહામાસ શુકલ પક્ષ પાંચમ તા.૨૬ જાન્‍યુઆરી ગુરુવાર, વસંતપંચમી સરસ્‍વતી દેવીનું પુજા મુહુર્ત સવારે ૭ ક. ૧૨ મી.થી બપોરે ૧૨ ક. ૩૯ મી. સુધી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના નવમ સ્‍કંધના ચર્તુથ અને પંચમ અધ્‍યાયમાં શ્રી સરસ્‍વતીમાતાની પૂજાનું વિધાન વિસ્‍તારપૂર્વક આપવામાં આવ્‍યુ છે.

મહાસુદની પાંચમી તિથિને વસંતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતા શ્રી સરસ્‍વતીનું દેવીનું પુજન કરવામાં આવે છે. શ્રી દેવીના પૂજનનું અત્‍યંત મહાનફળ શાષાોમાં દર્શાવવામાં આવ્‍યુ છે.

શ્રી સરસ્‍વતીનું દેવીનું ધ્‍યાન

શ્વેતા રંગના, મંદ હસતા, અતિ મનોહર, કરોડો ચંદ્રની ક્રાંતિનો તિરસ્‍કાર કરતા અનુપમ સૌદર્યયુકત, અગિ્નશુધ્‍ધ વષાો ધારણ કરનારા વીણા તથા પુસ્‍તકને ધારણ કરનારા, ઉતમ રત્‍નોથી બનાવેલા અનુપમ આભુષણોથી શણગારેલા, બ્રહ્મા, વિષ્‍ણુ તથા શિવ વગેરે દેવો વડે સારી રીતે પુજન કરાયેલા તથા મોટા મુનિઓ, મનુઓ, મનુષ્‍યો વગેરેએ ભકિતથી પુજન-અર્ચન કરાયેલા તથા સુગંધી ધોળાં પુષ્‍પ, ધોળા પુષ્‍પની માળા પહેરેલા ધોળા ચંદન લગાડેલા તથા શ્વેત આભુષણો ધારણ કરેલા માતા સરસ્‍વતીને ખૂબ ભાવ ભકિતથી પ્રણામ કરવા, નમસ્‍કાર કરવા. આમ ભકતે શ્રીદેવોનું ધ્‍યાન કરવું

શ્રી સરસ્‍વતી દેવીનું પૂજનઃ

શ્રી નારાયણે નારદજીને માતાજીના પુજનની રીત જે કણ્‍વ શાખામાં કહેલી છે તે આ પ્રમાણે છે.

મહાસુદી પાંચમના આગલા દિવસે માતાના પુજનનો મનુષ્‍યને નિヘય કરવો તથા મહાસુદી પાંચમે પવિત્ર તથા સાવધાન થઇ શ્રી સરસ્‍વતી માતાનું ધ્‍યાન કરી ખુબ ભકિત, ભાવથી, શાષાની આજ્ઞા મુજબ વિધિ પ્રમાણે કળશનું સ્‍થાપન કરવું. સૌપ્રથમ ભગવાન ગણેશનું પુજન કરવું, પછી ઇષ્‍ટદેવી માતા સરસ્‍વતીનું પુજન કરવું. શ્રી દેવીનું ધ્‍યાન કરી અને ષોડશોપચારથી ભકિતપૂર્વક પૂજન કરવું તથા તેમાં આ પ્રમાણે નૈવદ્ય આપવું

શ્રી સરસ્‍વતી દેવીનું નૈવદ્ય અર્પણઃ

માખણ, દહીં, દૂધ, ચોખા, ઘી, ધોળી શેરડીનો રસ, પાકો ગોળ, મધ, સાકર, ધોળા લાડુ, જળ તથા ઘઉંનો ઘી નાખેલો

 લોટ, ઘી નાખેલો દૂધપાક, નાળીયેર, નાળીયેરનું પાણી, મૂળા, આદુ, પાકાં કેળા, સુંદર બીલા, બોર તથા ઋતુ અનુસાર સફેદ ફળ આ બધુ નૈવદ્ય સમજવું

શ્રી સરસ્‍વતીનો મૂળ મંત્ર

શ્રી હીં સરસ્‍વત્‍યૈ સ્‍વાહા

આ મંત્ર વેદોકત મંત્ર છે. આ આઠ અક્ષરોવાળો વેદોકત મંત્ર કલ્‍પવૃક્ષ સમાન છે. અને સર્વને ઉપયોગી છે.

આ મંત્રમાં શ્રી લક્ષ્મીનું બીજ તથા હીં માયાનું બીજ કહેવાય છે.

આ વૈદિક મંત્ર શ્રી નારાયણ દેવે ભરતખંડના મહાન પવિત્ર પ્રદેશ ગંગાના કિનારે વાલ્‍મીકી ઋષિને આપ્‍યો હતો. ભૃગુ ઋષિએ સૂર્યગ્રહણના સમયે પુષ્‍કર ક્ષેત્રમાં શુક્રાચાર્યને આપ્‍યો હતો. મારીચ ઋષિને ચંદ્રગ્રહણના સમયે બૃહસ્‍પતિને આપ્‍યો હતો. ભગવાન શ્રી શંકરે આ મંત્ર કણાદ તથા ગૌતમ મુનિને હર્ષપૂર્વક આપ્‍યો હતો. શાષાોની આજ્ઞા મુજબ ચાર લાખ મંત્ર જપવાથી આ મંત્ર સિધ્‍ધ થાય છે. આ મંત્ર સિધ્‍ધ થવાથી મનુષ્‍ય બૃહસ્‍પતિ જેવો વિદ્વાન થાય છે.

શ્રી સરસ્‍વતી દેવીના પૂજનનું અત્‍યંત મહાન ફળ તથા ભગવાન શ્રીકૃષ્‍ણએ શ્રી સરસ્‍વતી દેવીને આપેલા વરદાનઃ

ભગવાન શ્રીકૃષ્‍ણ બોલ્‍યા હે દેવી! વિદ્યાનો આરંભ કરવાનો દિવસ મહાસુદી પાંચમ છે. ત્‍યારે દરેક વિશ્વમાં લોકો તમારી માન સહિત મોટી પુજા કરશે અને મારા આ વરદાનને લીધે જિતેન્‍દ્રય તથા સંયમી મનુષ્‍યો, મનુઓ, દેવતાઓ, મોટા મુનિઓ, દેવતાઓ, મોટા મુનિઓ, મુમુક્ષુઓ, વસુઓ, યોગીઓ, સિધ્‍ધો, ગંધર્વો રાક્ષસો વગેરે ભકિત-ભાવથી કણ્‍વ શાખામાં કહેલી વિવિધ મુજબ તમારી પૂજા કરશે. શ્રી ભગવાનના પૂજન પછી બ્રહ્મા, વિષ્‍ણુ, શિવ, શેષનાગ, ધર્મએ, સનકાદિ, મુનિઓએ તથા રાજાઓ તથા મનુષ્‍યો વગેરે સર્વ લોકો સરસ્‍વતી દેવીનું પૂજન કરવા માંડયા

આ લેખ લખનારનું સરસ્‍વતી દેવી પૂજનનું પ્રવચન યુ ટુયબમાં મોરે શ્‍યામ ચેનલ ઉપર ઉપલબ્‍ધ છે.

સંકલનઃ

શ્રીનિશીથભાઇ ઉપાધ્‍યાય

સ્‍પીરીચ્‍યુઅલ કન્‍સલ્‍ટન્‍ટ એન્‍ડ એસ્‍ટ્રોલોજર મો. ૭૮૭૪૨ ૯૫૦૭૪, ૯૩૧૩૬ ૯૨૪૪૧

(3:44 pm IST)