Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

દેશના તિરંગાને સંગ, બાળકની રોજગારીનો રંગ

રાજકોટ : આવતીકાલે ૨૬ જાન્‍યુઆરીએ આખો દેશ ગણતંત્ર દિવસ મનાવશે ત્‍યારે ઠેર-ઠેર તિરંગાનું વેંચાણ થઇ રહ્યું છે. શહેરના કાલાવડ રોડ ખાતે એક બાળક ઘરમાં મદદરૂપ થવા માટે તિરંગાનું વેચાણ કરી રહ્યો છે. તસવીર જોઇ લાગે છે કે એક હાથમાં દેશનું ભાવિ અને બીજા હાથમાં ઘરની જવાબદારી વહન કરનાર બાળકના મનમાં કેટકેટલા વિચારો ચાલતા હશે. હાથમાં દેશની શાન સમાન તિરંગો લઇને પરિવારને આર્થિક રીતે ઉપયોગી થવા પ્રયાસ કરતા ભાવિ સમાન બાળકના મનમાં કેવા વિચારો ચાલતા હશે ? (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

(4:41 pm IST)