Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાજકોટની ડાન્‍સ સ્‍કુલની ૮ બહેનો કાલે ઘ્‍લ્‍હિીનીરાષ્‍ટ્રીય પરેડમાં કથ્‍થક પરફોર્મ કરશે

નારી સશક્‍તિકરણ થીમ : એક માસની તૈયારીઓને આખરી ઓપ : ચોમેરથી અભિનંદનવર્ષા

રાજકોટ તા. ૨૫ : કથ્‍થક નૃત્‍યના માધ્‍યમથી રાજકોટનું ગૌરવ રાષ્‍ટ્રીય કક્ષાએ ઝળકવા જઇ રહ્યુ છે. કાલે પ્રજાસત્તાક પર્વે દિલ્‍હીમાં યોજાયેલ પરેડમાં રાજકોટના નટવરી નૃત્‍ય માલા કલાસીકલ ડાન્‍સના બહેનો કથ્‍થકનું પરફોર્મ કરશે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડાન્‍સ સ્‍કુલના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે દિલ્‍હીમાં આયોજીત ‘વંદે ભારત્‌મ' ગ્રાન્‍ડ ફિનાલેમાં ટોપ ટેવેન્‍ટીમાં રાજકોટની ટીમે ગુજરાતમાંથી એક માત્ર કથ્‍થકની ટીમ તરીકે સ્‍થાન મેળવ્‍યુ છે. આ સ્‍પર્ધા શહેર, રાજય, ઝોનલ, નેશનલ એમ ચાર ઝોનમાં થયેલ. જેમાં ૯૦૦ થી વધુ સ્‍પર્ધકો વચ્‍ચે રાજકોટની ૮ બહેનોની ટીમે મેદાન મારી બતાવ્‍યુ છે.

જેમાં ખ્‍યાતી મેર, ધ્‍યાની પડીયા, આકૃતિ પંડયા-ખખ્‍ખર, અનુષ્‍કા ભુપતકર, આસ્‍થા નિમાવત, પ્રાર્થના સોમૈયા, માન્‍સી ગાંધી, ઉમા ભટ્ટ એમ રાજકોટની ૮ બહેનો ભાગ લેવા દિલ્‍હી પહોંચી છે. તેમના માટે સરકાર દ્વારા દિલ્‍હીમાં રહેવા જમવા સહીતની સરસ સુવિધા ઉભી કરાઇ છે. ખાસ કરીને દિકરીઓની સુરક્ષા માટે બાયો બ્‍લબલ વ્‍યવસ્‍થા કરાઇ છે.

કથ્‍થકના પરફોર્મ માટે અલગ અલગ રાજયની ૩૦ સભ્‍યોની ટીમ છે. તેમા રાજકોટની ૮ બહેનો સામેલ થઇ નારી સશક્‍તિકરણ ઉપર પ્રેઝન્‍ટેશન કરશે. આ માટે છેલ્લા એક મહીનાથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ બહેનો વર્કીંગ વુમેન હોય દરરોજ રાત્રે બે કલાક તૈયારીનો સમય ગોઠવાયો હતો. ત્‍યારે હવે તેમની મહેનત રંગ લાવી છે અને કાલે રાષ્‍ટ્ર લેવલે પરેડમાં ભાગ લેવા પહોંચી ચુકી છે.

અહીં ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રોયલપાર્ક-પ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી નટવરી નૃત્‍ય માલા કલાસિકલ ડાન્‍સ સ્‍કુલ ચાલી રહી છે. જેની ગુજરાતભરમાં ૨૫ થી વધુ શાખાઓ છે. ઉપરાંત અમેરીકા અને કેનેડામાં પણ શાખાઓ કાર્યરત છે.  ત્‍યારે આ શાખાની બહેનો કાલ રાષ્‍ટ્રીય પરેડમાં ભાગ લેવા જઇ રહી હોય અનેરો ઉમંગ છવાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નટવરી નૃત્‍ય માલા ડાન્‍સ સ્‍કુલના સંચાલક હર્ષાબેન ઠકકર- કાનાબાર (મો.૯૪૨૬૭ ૩૭૩૨૬) અને બાજુમાં હીનાબેન દાવડા તથા ડોલીબેન ઠકકર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:29 pm IST)