Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સોનામાં ૧૦ ગ્રામે ર૦૦ રૂા.ઘટયા

સોનાના ભાવ ઘટીને ૫૮,૮૫૦ રૂા. થયાઃ ચાંદીના ભાવ સ્‍થિર

રાજકોટ, તા., ર૫: સોનામાં ગઇકાલે ભાવો વધ્‍યા બાદ આજે ઘટયા હતા. ૧૦ ગ્રામે ર૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. જયારે ચાંદીના ભાવ સ્‍થિર રહયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે  સોનામાં આજે ૨૦૦ રૂપીયા ઘટયા હતા. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ પ૯,૦૫૦ રૂપીયા હતા તે વધીને આજે બપોરે ર.૦૦ વાગ્‍યે પ૮,૮પ૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સોનાના બિસ્‍કીટમાં ર૦૦૦ રૂપીયા તૂટયા હતા.  સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ પ,૯૦,પ૦૦રૂપીયા હતા તે વધીને પ,૮૮,૫૦૦ રૂપીયા થયા હતા.

જયારે ચાંદીના ભાવમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૬૯,૪૦૦ રૂા. હતા.

(4:39 pm IST)