Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

બર્ફીલા પવનમાં થરથર કાંપતુ રાજકોટ : ૮.૭ ડિગ્રી

દિવસ દરમિયાન પણ કાતિલ ઠંડીની અસરથી શહેરીજનો ધ્રુજી ઉઠયા : ગરમ પીણા, તાપણાની મૌસમ

રાજકોટ : ઠંડીએ હાહાકાર સર્જ્‍યો છે. ઠાર અને ફૂંકાતા બર્ફીલા પવન ના લીધે જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બની ગયું છે. રાજ્‍યના મોટાભાગના શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં જ જોવા મળે છે. તો રાજકોટ શહેરમાં આજે ૮.૭ ડીગ્રી તાપમાન નોંધાયું છે. હજુ આ સપ્‍તાહમાં લોકોને ઠંડીથી છુટકારો મળવાનો નથી.

જમ્‍મુ કાશ્‍મીર અને પહાડી -દેશોમાં થઈ રહેલા અવિરત હિંવર્ષાને લિધે ગુજરાતભરમાં ઠંડીનું મોજું ફરી વળ્‍યું છે. હવામાન શાષાીઓના જણાવ્‍યા મુજબ આ સપ્તાહમાં પણ કાતિલ ઠંડીનો દોર જારી રહેશે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે લઘુતમ તાપમાન ૮.૭ ડીગ્રી નોંધાયેલ છે. શહેરીજનો ઠુઠવાયા છે.

ઠાર સાથે ઠંડા પવન પણ ફૂંકાય રહ્યા હોય દિવસે પણ ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે. લોકો કામ વગર ઘરની બહાર ટાળતા જોવા મળે છે. રાત્રીના સમયે કરફયુ જેવો માહોલ વર્તાય છે.

(1:25 pm IST)