Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગણતંત્રના દિવસે માતૃભૂમિ માટે સફળતાના શિખર સર કરવા શપથ લઇએ

ભારત દેશમાં ર૬ જાન્‍યુઆરીનો દિવસ રાષ્‍ટ્રીય પર્વ ગણતંત્ર દિન તરીકે ઉજવવામાં આવે છે. સ્‍વતંત્ર ભારતમાં ૧પ મી ઓગસ્‍ટ પછી દેશ અને દેશની પ્રજાના અધિકારો માટે બંધારણે નકકી થયા તે દિવસને ર૬ જાન્‍યુઆરી તરીકે ઉજવવામાં આવે છે. દેશના દરેક રાજયમાં શહેરમાં અને ગામડામાં પણ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી શાન અને માનથી પર્વની ઉજવણી કરવામાં આવે છે. દેશ માટે સમીર્પીત બહાદુર સૈનિકોની સૂરવીરતા અને વિશ્વાસના દર્શન કરાવી દેશના લોકોને પ્રેરણાદાયી સંદેશો આપે છે. અનેકવિધ કાર્યક્રમોની સાથે પૂ. મહાત્‍મા ગાંધીજી અને શ્રી સુભાષચંદ્ર બોઝ જેવા અમર મહાપુરૂષોને યાદ કરી દેશ ભકિતોનાં ગીતો સાથે પુષ્‍પ સુમન અર્પણ કરી ધ્‍વજ વંદના સાથે સહુ દેશ  ભકિતના રંગમાં રંગાય જાય છે.
આઝાદીના ૭પ વર્ષ પુરા કરી ઉજવાય રહેલુ પર્વ ર૬ જાન્‍યુઆરી કંઇક નવા સંદેશા લઇને આવેલું છે. ભારત પૂરા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. ત્‍યારે દુનિયાભરની નઝર ભારત ઉપર પડી રહી છે.  આજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વ નીચે આપણે દેશ ‘વિશ્વગુરૂ' સ્‍થાપિત થવા જઇ રહ્યો છે. તે આપણા માટે ગૌરવની વાત છે.
અનેક વિકટ પરિસ્‍થિતિના સામના કરી લાડીલા વડાપ્રધાન રાત-દિવસ એક કરી દિલમાં દેશ ભકિત સાથે સફળ કાર્યો કરી રહ્યા છે. ત્‍યારે સરહદના સૈનિકો અને દેશના દરેક નાગરીકો સંપૂર્ણ સમર્પીત ભાવ સાથે વિકાસના કાર્યને વેગ આપવા કટીબધ્‍ધ થઇ નવા યુગમાં પ્રવેશ કરેલ આપણ દેશને સફળતાના શિખરસર કરવા સહયોગી બની રહીએ સાથે આપણા ઉપર રહેલું ઋણમાંથી મુકત બની ‘મેરા દેશ મહાન' ના સ્‍વપ્ના સાકાર કરવાના શપથ લઇએ.
‘આઝાદી ૭પ વર્ષે લાંબો શ્વાસ આવ્‍યો
શ્રી નરેન્‍દ્રજી ના ‘નારા'નો વિશ્વાસ આવ્‍યો,
વિશ્વ વ્‍યાપી વિચાર ધારા લાવ્‍યો
‘સબ કા સાથ સબ કા વિકાસ'  વિકાસ લાવ્‍યો,
‘છપ્‍પનની છાતી' માં દેશ પ્રેમનો પમરાટ લાવ્‍યો.
અંધારા ઉલેચી અજવાળા લાવ્‍યો.
ર૬મી જાન્‍યુઆરીના શપથ લઇ આપો સાથ
વિશ્વાસ આવ્‍યો ૭પ વર્ષે લાંબો શ્વાસ આવ્‍યો.

જય હિન્‍દ... જય ભારત ...
મૃદુલા ઠક્કર
૦ર૮૧ રર૪૮ર૮

 

(3:30 pm IST)