Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ર૬ જાન્‍યુઆરી ઉજવણીઃ પીજીવીસીએલ દ્વારા કાલે વિવિધ વિભાગમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર ઇજનેરો-કર્મચારીઓનું કાલે સન્‍માન

ર૦ હાઉસ કીપીંગ સ્‍ટાફ તથા કરોડોની રીકવરી કરનાર રાજકોટ-ભાવનગર સહિતની સર્કલ-ડીવીઝન-સબ ડીવીઝન કચેરીનું બહુમાન

રાજકોટ તા. રપ :.. આવતીકાલે ર૬ જાન્‍યુઆરી પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર કર્મચારીઓ અને વિવિધ ટીમોનું સન્‍માન કરવામાં આવશે, આ ઉપરાંત સાઇટ ઉપર તેમજ ઇન હાઉસ ટ્રાન્‍સફોર્મર રીપેરીંગ કરનાર પાંચ સ્‍કવોડનું પણ બહુમાન કરાશે.
આ ઉપરાંત ડીસેમ્‍બર-ર૦ ની સરખામણીએ ડીસેમ્‍બર-ર૧ માં લેણાની વધુ રિકવરી કરી કંપનીને નાણાકીય ફાયદો થાય તેવા પગલા લેનાર ટોચની ૩ વર્તુળ કચેરી પ વિભાગીય કચેરી અને પ સબ ડીવીઝનને બિરાદાવાશે. તેમજ કોર્પોરેશન દ્વારા યોજાયેલ સ્‍વચ્‍છ સરકારી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં પીજીવીસીએલને ફર્સ્‍ટ નંબર મળતા હાઉસ ડીપીંગ સ્‍ટાફનું પણ સન્‍માન કરાશે.
આવતીકાલે જે કચેરીનું બહુમાન થશે ભાવનગર, રાજકોટ, રાજકોટ સીટી-અંજાર- સુરેન્‍દ્રનગરનો સબ ડીવીઝનમાં પીએચએલ- શાપર-વેરાવળ-આજી ઇન્‍ડસ્‍ટ્રીયલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મોરબીના જૂનીયર ઇજનેર સુપ્રિ. પંડયા, જુનાગઢના એન. ડી. ગોસ્‍વામી, લાઇન ઇન્‍સ્‍પેકટરો એન. ડી. કંટારા, એન. કે. રાઠવા, તથા હળવદના જૂનીયર ઇજનેર એન. બી. જાદવ, ઉનાના જે. બી. પટેલ વિગેરેનું સન્‍માન થશે.
હાઉસ કીપીંગ સ્‍ટાફમાં ૧૧ બહેનો અને ૯ ભાઇઓનું વિશીષ્‍ટ સન્‍માન થશે.

 

(3:30 pm IST)