Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટવાસીઓને અખાદ્ય ખાણી-પીણી પધરાવતા ધંધાર્થીઓ

રૈયાધાર-લાખના બંગલા વિસ્‍તારમાં ૩૧ધંધાર્થીઓની ચકાસણીઃ ૧૯ને હાઇજીન પ્રમાણનો ઉલાળીયો કરી લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરવા સબબ નોટીસઃ ભેળસીળીયુ દુધની શંકાએ બે ડેરીઓમાંથી નમુના લેવાયાઃ એકસપાયરી ડેટના પીણા વેચતા કેટલાય જનરલ સ્‍ટોર ઝપટેઃ જાહેરમાં ગંદકી કરનાર રર સામે દંડની કાર્યવાહી : ઉભરાતી ગટરો અને જાહેરમાં ફેંકાતા કુડા-કચરાની ફરીયાદો કાને ધરાઇ

રાજકોટ, તા., ૨૫: મ્‍યુનીસીપલ કોર્પોરેશન દ્વારા શહેરને સુંદર રળીયામણું અને ટ્રાફીક સમસ્‍યા રહીત બનાવવાની નેમ સાથે ‘વન વીક વન રોડ'  અંતર્ગત દબાણ હટાવ, ફુડ ચેકીંગ, ટ્રી-ટ્રીમીંગ, જાહેરમાં કચરો કરતા લોકો સામે કામગીરી,  પ્‍લાસ્‍ટીક પ્રતિબંધ અંતર્ગત દંડ સહીતની સહીયારી ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આજે આ અન્‍વયે થયેલી કામગીરી અંગે માહીતી જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
ફૂડ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત જ્‍લ્‍લ્‍ખ્‍-૨૦૦૬ અન્‍વયે દૂધના ૨ નમૂના લેવાયેલ.
વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના રૈયાધાર રોડ થી લાખના બંગલા રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૩૧ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્‍યાન ૧૯ પેઢીને લાયસન્‍સ તથા હાયજીન બાબતે નોટીસ આપેલ. તેમજ ૧૩ લિટર એક્‍સપાયરી થયેલ બેવરેઝીસ તથા ૧૪ કી.ગ્રાં. વાસી અખાદ્ય ખોરાક મળી કુલ ૨૭ કી. ગ્રા અખાદ્ય વાસી ચીજોનો સ્‍થળ પર નાશ કરેલ.
નમુનાની કામગીરી -
ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ સર્વેલન્‍સ નમૂના લેવામાં આવેલ :-
(૧) મિક્‍સ દૂધ (લુઝ)  સ્‍થળ- આકાશ ડેરી ફાર્મ - શાષાીનગર ૭ રૈયાધાર મે. રોડ
(૨) મિક્‍સ દૂધ (લુઝ)  સ્‍થળ - માતળછાયા  ડેરી - લાખના બંગલાવાળો  રોડ
ખાણી-પીણીના ધંધાર્થિઓની  ચકાસણીની વિગત :-
ફૂડ વિભાગ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ શહેરના રૈયાધાર રોડ થી લાખના બંગલા રોડ વિસ્‍તારમાં આવેલ (૧) કોઠારી માર્ટ - ૮ લિટર એક્‍સપાયરી થયેલ   બેવરેઝીસ નો નાશ કરેલ. તથા સ્‍ટોરેજ બાબતે નોટિસ. (૨) બ્રહ્માણી પ્રોવીઝન  સ્‍ટોર - ૫ લિટર એક્‍સપાયરી થયેલ બેવરેઝીસ નો નાશ કરેલ. (૩) વિશાલ ચાઈનીઝ પંજાબીપ્ર વાસી મંચુંરિયન, ચટણી, ગ્રેવી, વાસી કાપેલા શાકભાજી મળી કુલ ૧૪ કી.ગ્રા નાશ તથા  હાયજીન બાબતે નોટીસ (૪)ગોલ્‍ડ કેળાં - ૭ ધ્‍ઞ્‍ સડેલા કેળાં નાશ તથા હાયજીન બાબતે નોટીસ (૫) દેવસ્‍થ ફાર્મા -લાયસન્‍સ બાબતે નોટીસ (૬)અર્પણ મેડીસીન્‍સ  - લાયસન્‍સ બાબતે નોટીસ (૭)અમ્રુત ડેરી ફાર્મ - લાયસન્‍સ બાબતે નોટીસ  
 (૮) મધુરમ મેડીસીન્‍સ  -લાયસન્‍સ બાબતે નોટીસ (૯)જલારામ જનરલ સ્‍ટોર    - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૦) શિવ પાર્લર - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૧)ભગવતી પાન ્રૂ કોલડ્રિંકસ-લાયસન્‍સ બાબતે નોટીસ (૧૨)નિમાવત મેડીસીન્‍સ  - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૩)વિષ્‍ણુ લક્ષ્મી સ્‍ટોર - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૪)ગિરિરાજ સેલ્‍સ - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૫) પ્રમુખ પ્રોવિઝન એન્‍ડ જનરલ સ્‍ટોર - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૬) દર્શન જનરલ સ્‍ટોર - લાયસન્‍સ બાબતે નોટીસ (૧૭) સાગર ડેરી ફાર્મ - લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ.
તથા (૧૮)દેવજીવન હોટેલ (૧૯) દેવજીવન રેસ્‍ટોરેંટ (૨૦)હરસિદધિ ડીલક્‍સ પાન  (૨૧)દ્વારકાધીશ હોટેલ  (૨૨) સાધુ મેડીકલ સ્‍ટોર (૨૩)શિવમ  માર્ટ  (૨૪) આશાપુરા પાન  (૨૫)હરસિદ્ધિ  પાન (૨૬)આકાશ ડેરી ફાર્મ  (૨૭)કુળદેવી રેસ્‍ટોરેંટ એન્‍ડ કેટરિંગ સર્વિસ  (૨૮)શિવ શક્‍તિ ડેરી (૨૯)શિવ શક્‍તિ પ્રોવિઝન સ્‍ટોર (૩૦) શ્રીજી  પ્રોવિઝન સ્‍ટોર  (૩૧) ગાયત્રી ડેરી ફાર્મ ની  સ્‍થળ પર ચકાસણી કરેલ.
સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત રૈયાધાર મેઈન રોડ પર જાહેરમાં કચરો ફેકનાર / ગંદકી કરવા સબબ કુલ ૧૪ આસામીઓ પાસેથી રૂ. ૩,૫૦૦/-, પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક રાખવા / ઉપયોગ કરવા સબબ કુલ ૦૮ આસામીઓ પાસેથી રૂ. ૪,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ ૨૨ આસામીઓ પાસેથી રૂ. ૭,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
દબાણ હટાવ શાખાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત રૈયાધાર મેઈન રોડ દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્‍યા - ૦૧, જપ્ત કરેલ પરચુરણ માલસામાન - ૦૧ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર - ૫૭ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખાની કામગીરી
બાંધકામ/વોટરવર્કસ/ડ્રેનેજ શાખા વેસ્‍ટઝોન રામાપીર ચોકથી રૈયાધાર રોડ વોર્ડ નં.૧ દ્વારા વન વીક, વન રોડ અંતર્ગત આજે તા.૨૫/૦૧/૨૦૨૨ના રોજ સ્‍ટ્રોમ વોટર મેનહોલ સફાઇ સંખ્‍યા - ૧૫, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્‍યા- ૩૫, પાણીની વાલ્‍વ ચેમ્‍બર સફાઇ સંખ્‍યા - ૦૮, ફૂટપાથ રીપેરીંગ (ચો.મી.) ૦૦, પેવીંગ બ્‍લોક રીપેરીંગ-(ચો.મી.) - ૧૫, રોડ રીપેરીંગ (ચો.મી.) - ૦, રબ્‍બીશ ઉપાડવાનુ કામ.(ઘ.મી.) - ૧૦. વિગેરે કામગીરી કરવામા આવી હતી. હાલ કામગીરી ચાલી રહી છે.


 

(3:29 pm IST)