Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટ ચેમ્બરની ચુંટણી ર૬ ફેબ્રુઆરીએઃ ચુંટણી કાર્યક્રમ જાહેર : ૧૦મીથી ફોર્મ અપાશેઃ ૧૮મી સુધીમાં પાછુ ખેંચી શકાશે

કોરોનાને લઇને મતદાન હવે ૧૩ને બદલે ર૬મીએઃ ચુંટણી સમીતીની બેઠકમાં નિર્ણય : મતદાન સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજાશેઃ ઉમેદવારી પાછું ખેંચવાની તારીખ ૧૮-ર-રર

રાજકોટ, તા., ૨૫:  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિની ચૂંટણી કોરોનાની પરિસ્થિતીને ઘ્યાનમાં રાખી આગામી તા.ર૬–ર–ર૦રર ના રોજ યોજાશે...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિનીના સભ્યોની વર્ષ ર૦રર–રપ ના ત્રણ વર્ષ માટેની ચૂંટણી તા.૧૩–ર–ર૦રર ના રોજ યોજવાનું નકિક કરેલ પરંતુ હાલ કોરોનાની ત્રીજી લહેર પુર ઝડપે વધવાથી અને સરકારશ્રીની ગાઈડલાઈનને ઘ્યાનમાં રાખી આગામી ચૂંટણીના આયોજન માટે તા.ર૪–૧–ર૦રર ના રોજ ચેરમેનશ્રી હિતેષભાઈ બગડાઈના અઘ્યક્ષ સ્થાને ચૂંટણી સમિતિની મિટીંગ મળેલ તેમા કારોબારી સમિતિની ચૂંટણી આગામી તા.ર૬–ર–ર૦રર ના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે યોજવાનું નકકી કરી નીચે મુજબનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચૂંટણી સમિતિના ચેરમેનશ્રી હિતેષભાઈ બગડાઈએ અખબારી યાદીમાં જણાવેલ છે.

૧) નિયત ઉમેદવારી પત્ર ચેમ્બરની ઓફિસ માંથી તા.૧૦–ર–ર૦રર,ગુરૂવાર થી તા..૧ર–ર–ર૦રર

શનિવારનાં રોજ ઓફીસ સમય દરમ્યાન સાંજના પ–૦૦ વાગ્યા સુધી આપવામાં આવશે.

(ર) ઉમેદવારી પત્ર ચેમ્બરની ઓફિસે રજુ કરવાની છેલ્લી તારીખ તથા સમય તા.૧૪–ર–ર૦રર, સોમવારના રોજ ઓફિસ સમય દરમ્યાન સાંજના પ–૦૦ વાગ્યા સુધીનો રહેશે.

(૩) આવેલ ઉમેદવારી પત્રોની તા.૧પ–ર–ર૦રર, મંગળવારના રોજ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર તપાસ્યા બાદ ત્રણ દિવસમાં ચૂંટણી માટે સ્વિકૃત થયેલ તથા નામંજુર થયેલ ઉમેદવારોના નામ સંસ્થાના નોટિસ બોર્ડ ઉપર મૂકી જાહેર કરશે તે ઉપરાંત જે ઉમેદવારોના ઉમેદવારી પત્રનામંજૂર થયેલ હશે તેઓને તેની જાણ માન્ય કુરીયર મારફત કરવામાં આવશે. તેઓએ તેઓના નામ ચેમ્બરના નોટિસ બોર્ડ ઉપરથી જોઈ લેવાના રહેશે. જે અંગે પાછળથી કોઈ વાંધા માન્ય રહેશે નહી.

(૪) ઉમેદવારી પત્ર તા.૧૮–ર–ર૦રર, શુક્રવાર સુધીમાં ઓફિસ સમય દરમ્યાન સાંજના પ–૦૦ વાગ્યા સુધીમાં પાછું ખેંચવાનું રહેશે.

(પ) કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારને તા.૧૬–ર–ર૦રર બુધવારથી પ્રતિ યાદી રૂ.૧૦૦૦/– લઈ આપવામંા આવશે. તથા માન્ય ઉમેદવારને તા.૧૯–ર–ર૦રર શનિવાર થી એક મતદાર યાદી વિના મૂલ્યે આપવામાં આવશે.

(૬) ઉમેદવારી પત્ર ઉમેદવારે પુરેપુરી વિગતથી ભરવાનું રહેશે. ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર સભ્ય અને ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર અલગ અલગ પેઢીના અધિકૃત પ્રતિનિધિ હોવા જોઈએ.

(3:22 pm IST)