Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ર૦ર૧-રર માટે રપ લાખનું લક્ષ્યાંક : હજુ પ૦% રકમ જમા થઇ

શહિદોના પરિવાર માટે નાણાકિય સહાયનું યોગદાન આપવાનો અનેરો મોકો : ફાળો આપવા અંગે અપીલઃ ડાયરેકટ SBIમાં પણ જમા કરી શકાશે

રાજકોટ તા. રપ :.. જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરીની યાદી જણાવે છે કે, સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી દર વર્ષે ૭મી ડીસેમ્બરના રોજ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. મા ભોમની રક્ષા કાજે ઠંડી અને ગરમીમાં આપણા જવાનો યુધ્ધમાં અને આતંકવાદીઓની સાથેની લડાઇમાં તેમજ દેશમાં આવી પડતી ગમે તેવી આપતીઓમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપે છે આવા શહિદ થયેલ તેમજ ઘવાયેલા જવાનો, સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓ તથા પૂર્વ સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ અર્થે અને તેમને સંકટના સમયે અને માંદગી સમયે નાણાકીય સહાય તથા દેશ ભકિતની ભાવના જાગૃત કરવા માટે યથાશકિત યોગદાન આપી અને આવા દેશ ભકતોનું ઋણ નાગરીકો દ્વારા અદા કરવામાં આવે.

સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને સશસ્ત્ર જિલ્લાને સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ર૦ર૧-રર નિમિતે રપ.૦૦ લાખ (અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા)નું લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે જે અન્વયે કલેકટર અને પ્રમુખશ્રી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, રાજકોટના રાજકોટના પત્ર થી સરકારી - અર્ધ સરકારી કચેરીઓ, સ્કુલ, કોલેજ, સંસ્થાઓ, ફેકટરીઓ, સહકારી મંડળીઓ  તથા વ્યકિતગત રૂપે લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી સશસ્ત્ર સેના ધ્વજદિનનો ફાળો રૂ. રપ.૦૦ લાખના લક્ષ્યાંકની સામે રૂ. ૧ર.૬૩ લાખ રૂપિયા એકત્રીત થયેલ છે. સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ર૦ર૧-રર નિમિતે રાજકોટ જિલ્લાને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક તા. ૧પ-૩-ર૦રર પહેલા પુર્ણ કરવાનું થાય છે.

સશસ્ત્ર સેના ધ્વજદિન ફાળાની એકત્રીત થયેલ રકમ કલેકટર અને પ્રમુખશ્રી, એએફએફડી ફંડ એકાઉન્ટ રાજકોટના નામનો ડ્રાફટ-ચેક કઢાવી જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, પોલીસ કમિશ્નરના બંગલાની બાજુમાં પોલીસ હેડ કવાર્ટર સામે, રેસકોર્ષ રોડ, રાજકોટ-૧ ના સરનામે વહેલી તકે મોકલી આપવા અથવા કલેકટર અને પ્રમુખશ્રી એએફએફડી ફંડ એકાઉન્ટ, રાજકોટના ખાતા નંબર ૩૩૮૧૪૩૩૧પપ૮, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બહુમાળી ભવન, રેસકોર્સ રોડ, રાજકોટ આઇએફસી કોડનું ૦૬૦ર૯ર માં સિધા  કોર-નોટ બેન્કીંગ-પે ટીમ-ગુગલ પે-ભીમ એપ અથવા અન્ય ડીઝીટલ પેમેન્ટ માધ્યમથી જમા કરવા વિનંતી કરાઇ છે. ફાળાની રકમ જમા કર્યાના આધાર પુરાવા અત્રેની કચેરીના ઉપરોકત સરનામે આપવાના રહેશે જેથી આપને ફાળો મળ્યાની સરકારી રસીદ આપી શકાય.

(3:20 pm IST)