Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

'સંયમ રંગ વધામણા' સાથે મુમુક્ષુ કલ્પકકુમાર પ્રજાસત્તાક દિને પ્રવજયાના પંથે

આચાર્ય યશોવિજય સુરિશ્વરજીની નિશ્રામાં ત્રિદિવસીય કાર્યક્રમોઃ સરકારી ગાઈડલાઈન અનુસાર આયોજન

રાજકોટ,તા.૨૫: 'સંયમ રંગ વધામણા'ના કાર્યક્રમો સાથે મુમુક્ષુ કલ્પકકુમાર પ્રજાસત્તાક દિને પ્રવજયના પંથે પ્રયાણ કરશે. આચાર્ય યશોવિજય સુશ્વિરજીની નિશ્રામાં પ્રહલાદ પ્લોટ જૈન સંઘના ઉપક્રમે ત્રિદિવસીય કાર્યક્રમો યોજાશે. સંસાર ભોગવવાની શરૂઆતની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરીને ત્યાગ, તપની મિસાલ કાયમ કરી છે.

શહેરના પ્રહલાદ પ્લોટ જૈન સંઘમાં મુમુક્ષુરત્ન કલ્પકકુમાર (ઉ.વ.૨૫)ની ભર યુવા વયે સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા અંગીકાર કરવા જઈ રહયા છે.

ગઈકાલે કરણપરા ચોકથી આચાર્ય યશોવિજયસુશ્વિરજી મહારાજા આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંત બાપજી મ.સા.ના  સમુદાયના પૂજય સાધ્વીવર્યા કલાવતીશ્રીજી મ.સા. આદિ ઠાણાનું આ પ્રસંગે સામૈયુ નિકળ્યું હતું.

દીક્ષા નિમીતે ત્રણ દિવસના કાર્યક્રમના પ્રથમ દિવસે બપોરે ૨-૩૦ વાગ્યાથી 'સંયમ રંગ વધામણા' થશે. કમ્પ્યુટર સાયન્સમાં બી.ઈ. (સી.એસ.ઈ.)ની ડીગ્રી ડિસ્ટીકશન માર્કસ અને મુમુક્ષુએ મેળવીને દીક્ષા અંગીકાર કરી રહયા છે. ત્યારે તેમના ઉજજવળ વસ્ત્રો તેમજ દીક્ષીત જીવનનાં જે ઉત્તમ ઉપકરણો ધારણ કરશે તે ઉપકરણોને કેસરના છાંટણા છાંટી રંગવાનો આ કાર્યક્રમ છે. એક છાબમાં સમાઈ જાય તેટલા જ ઉપકરણો દ્વારા તેઓ પોતાની જીંદગી ગુજારવાના છે. આવા ઉપકરણો ઉપર કેસ છાંટણા કરી તેઓને શુભકામના પાઠવવાનો આ મંગલ અવસર છે.

સાંજના ૭:૩૦થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ છે. રાજકોટના અનેક સંઘો કલ્પકકુમારનું સન્માન તો કરશે જ પ્લોટ શ્વે.મૂ. જૈન સંઘ દ્વારા મુમુક્ષુનું વિશેષ બહુમાન કરવામાં આવશે. સન્માન પત્ર અર્પણ કરવામાં આવશે. શ્રી સંઘના બાળકો તથા મહીલા મંડળના બહેનો દ્વારા પોતાના ભાવો વ્યકત કરશે.

દીક્ષા પ્રસંગને સફળ બનાવવા સંઘના પ્રમુખ પ્રવિણભાઈ સંઘવી તથા સમગ્ર કારોબારી, યુવક મંડળના ૬૦થી વધુ ભાઈઓ રાકેશભાઈ શેઠની આગેવાની હેઠળ ઉત્સાહથી કાર્ય કરવા જોડાયા છે. આ તમામ કાર્યક્રમોમાં સરકારની કોરોના અંગેની ગાઈડ-લાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આવતીકાલે ૨૬મી જાન્યુઆરીએ સવારે ૬ કલાકથી પ્રવ્રજયા વિધિનો પ્રારંભ થશે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:54 pm IST)