Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બ્રહ્મસમાજ દ્વારા હોદેદારોની નિમણૂંક અને કાર્યક્રમોની પૂર્વ તૈયારી અર્થે બેઠક

રાજકોટ, તા. ૨૫ :. બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા દરેક શહેરમાં હોદ્દાની નિમણૂંક આપવામાં આવી રહી છે એ સંદર્ભમાં રાજકોટ શહેર અને જીલ્લાના હોદેદારોની નિમણૂંક અને આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.

મુખ્ય કાર્યક્રમ પરશુરામ જન્મ ઉત્સવ જે આગામી તા. ૩-૫-૨૦૨૨ના રોજ છે. સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓનો કેમ્પનું વોર્ડવાઈસ આયોજન, આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને શિક્ષણ માટે વ્યવસ્થા, રાજકોટ સહિત આખા ગુજરાતમાં સહકારી મંડળીના માધ્યમથી વિવિધ પ્રકારોની મદદ, નવરાત્રી મહોત્સવ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજનું આયોજન, સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ સહિતના આયોજનો કરાયા હતા.

આ કાર્યક્રમમાં મિલનભાઈ શુકલ (બ્રહ્મદેવ સમાજ ગુજરાત મહાસચિવ), કૌશિકભાઈ (પ્રદેશ કારોબારી સભ્ય), દેવનભાઈ મેહતા (પ્રદેશ કારોબારી સભ્ય), વીરાગભાઈ જોષી (બ્રહ્મદેવ સમાજ રાજકોટ પ્રમુખ), હિતેષભાઈ રાવલ (જીલ્લા પ્રમુખ), ધીમંતભાઈ વ્યાસ (આઈ.એ.એસ.), હરીશભાઈ જોશી (વોર્ડ નં. ૩ના બ્રહ્મસમાજ અગ્રણી) અને નવા નિમાયેલા હોદેદારો હાજર રહ્યા હતા.

આ તકે પોલીસ ગ્રાઉન્ડ પરીક્ષા માટે બ્રહ્મસમાજની બહેનો માટે રોકાવાની વ્યવસ્થા બ્રહ્મદેવ સમાજ અને બ્રહ્મ પરિવાર વોર્ડ ૩ના સંયુકત ઉપક્રમે કરેલ અને તમામ જ્ઞાતિની દીકરીઓને સુવિધા આપવા બદલ આયોજકોનું સન્માન રાખેલ. બ્રહ્મસમાજને સહયોગ આપવા બદલ આહીર અગ્રણી વીરાભાઈ હુંબલ અને લોહાણા સમાજના આગેવાનો ભરતભાઈ કોટક અને જગદીશભાઈ ભોજાણીનું બ્રહ્મદેવ સમાજ ગુજરાત દ્વારા સન્માન કરાયેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમીરભાઈ પંડયા અને બ્રહ્મદેવ સમાજ રાજકોટના મીડિયા કન્વીનર નિશ્ચલભાઈ જોશીએ જહેમત કરી હતી.

(2:49 pm IST)