Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

‘‘આઝાદી પૂર્વે સૌરાષ્‍ટ્રનાં સ્‍વાતંત્ર્ય સૈનિકોનાં સત્‍યાગ્રહની લડતનો ઈતિહાસ''

‘‘આઝાદી પૂર્વે ૧ વર્ષ પહેલાં યોજાયેલ કાઠિયાવાડ રાજકિય પરિષદઃ ૭મું અને છેલ્લું અધિવેશન''

સાતમી પરિષદ તા.૨-૩ નવેમ્‍બર ૧૯૪૬, સ્‍થળઃ-ધ્રાંગધ્રા, પ્રમુખસ્‍થાનેઃ- દરબાર ગોપાળદાસ દેસાઈ


‘‘કાઠિયાવાડમાં આજે કેટલાય રાજવીઓ માને છે કે પોતાની પ્રજા ગુલામ છે અને તેઓ તેનાં માલિક છેઃ તેમ અમારા માલિક નથી તે સમજી જાઓઃ તમે લુંટારાઓ જ છો'': ચીમનલાલ નાગરદાસ શાહ

પરિષદમાં રવિન્‍દ્રનાથ ટાગોર, કસ્‍તૂરબા, મહાદેવ દેસાઈ, રણજીત પંડિત, મનુભાઈ મહેતા, વસંતરાય હેગિષ્‍ટ અને રજબઅલી લાખાણીને શોકાંજલિ અપાઈ

પ્રજા એ કોઈ શતરંજનાં પ્‍યાદા નથી કે સાર્વભૌમ સત્તા પોતાને ફાવે તે રીતે તેને ગમે ગોઠવી દઈએઃ હિંદમાંથી બ્રિટીશ સત્તા નાબૂદ થશે ત્‍યારે દેશી રાજયોમાંથી જેમ સૂર્યોદય થતાંની સાથે અંધકાર અદ્રશ્‍ય થાય તેમ તેની પ્રજાનો અંધકાર દૂર થઈ જશેઃગાંધીજી

ગાંધીજીની તપヘર્યાનું બળ આપણને આટલે સુધી લઈ આવ્‍યું છે, પ્રસૂતિકાળની પીડા ભોગવ્‍યા વગર નવો જન્‍મ થતો નથીઃ ગુજરાત, કાઠિયાવાડ તથા કચ્‍છ એમ ૩ એકમોને બદલે આખા ગુજરાતનું ૧ એકમ થાય અને હિંદ પ્રાંતમાનો ૧ ભાગ થાય તો વિકાસ થાયઃ મોરારજી દેસાઈ
કાઠિયાવાડ રાજકિય પરિષદનાં ૬ અધિવેશનનાં લેખ આ અગાઉ પ્રસિદ્ધ થયા છે. અંતિમ અધિવેશન ઈ.સ. ૧૯૪૬ માં ૨જી અને ૩જી નવેમ્‍બરનાં રોજ ધ્રાંગધ્રા મુકામે યોજાયું હતું. અગાઉની ૬ પરિષદો રાજકોટ, વઢવાણ કેમ્‍પ, ભાવનગર, પોરબંદર, મોરબી અને રાજકોટ મધ્‍યે યોજાયેલ. કાઠિયાવાડ રાજકિય પરિષદોનો પ્રારંભ ઈ.સ. ૧૯૨૧ માં થયો અને ઈ.સ. ૧૯૪૬ માં પૂર્ણ થયેલ.
ધ્રાંગધ્રાની પ્રજાએ ૧૪ વર્ષ પૂર્વે કાઠિયાવાડ રાજકિય પરિષદનાં આયોજન માટે પરિષદને આમંત્રણ આપેલ. પણ ધ્રાંગધ્રાનાં રાજવીએ જોરજુલમથી ધ્રાંગધ્રા અને હળવદની પ્રજા ઉપર લાઠી ચલાવી, કેદમાં મૂક્‍યા, જુલ્‍મ ગુજાર્યા. એટલે પરિષદનું આયોજન ન થયું. પણ ૧૪ વર્ષ બાદ એ જ રાજવીનાં વારસદાર નવયુવાન મહારાજા મયુરધ્‍વજસિંહજીએ ધ્રાંગધ્રામાં પરિષદ ભરવાની રજા આપી. એટલું જ નહિ પણ શુભેચ્‍છાનો સંદેશ પાઠવી રાજા અને પ્રજાનાં સંબંધોને વધુ સંવાદી અને મિત્રાચારીભર્યા બનાવવા માટે ધ્‍યાન આપે તેવી વિનંતી કરી હતી.
સ્‍વાગત પ્રમુખ શેઠ મોતીલાલ મૂળચંદ હતા અને સૌનું સ્‍વાગત કર્યું. પરિષદનું ઉદ્‍દ્યાટન કરતાં મોરારજી દેશાઈએ કહ્યું હતું કે ‘હવે તો આઝાદી સામે દેખાય છે. આ સંક્રાંતિકાળની નજીક આપણે ગાંધીજીની દોરવણી નીચે આવી શક્‍યા છીએ. પ્રસુતિકાળની પીડા ભોગવ્‍યા વગર જન્‍મ થતો નથી.'
રવિશંકર મહારાજે રચનાત્‍મક કાર્યમાં સૌને સક્રિય બનવા અને તો જ સ્‍વરાજ મળી શકશે, તેમ જણાવેલ.
બળવંતરાય મહેતાએ પ્રવચન કરતાં જણાવ્‍યું હતું કે ‘ઘણા રાજયોમાં જમીનમાં દટાયેલા ખનીજ તત્‍વો પણ પડ્‍યા છે. જેની કોઈ યોજના નથી. આ માટે કાઠિયાવાડનું એકમ બને તો જ આ બધા સ્‍વપ્‍ન સ્‍વપ્‍ન ન રહેતાં સિદ્ધિઓનાં રૂપમાં પલ્‍ટાવી શકાય.ઙ્ઘ રાજકોટનાં ગજાનનભાઈ જોષીએ ઠરાવને ટેકો આપ્‍યો હતો. અન્‍ય અગ્રણીઓ જેઠાલાલ જોષી તથા બાલકૃષ્‍ણ શુક્‍લે ઠરાવનું વિવેચન કરતાં જણાવ્‍યું હતું કે  ‘દરબાર ગોપાળદાસ સાહેબને બધા માન આપે છે. શા માટે? જે પ્રજાને સુખે સુખી અને દુઃખે દુઃખી હોય તેને માન કેમ ન અપાય' સામી બાજુ કેટલાય રાજાઓએ પોતાનું દેવસ્‍વરૂપ ભૂંસાડી નાખ્‍યું છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધેલ છે.
જેઠાલાલ જોષીએ અખંડ કાઠિયાવાડનો ઠરાવ અમલી બને ત્‍યાં સુધી બધા રાજયો જવાબદાર રાજતંત્ર દાખલ કરે તેવી માંગણી કરતો ઠરાવ રજુ કરેલ. ઉજરંગરાય ઢેબર અને જુગતરામ દવેએ કહ્યું હતું કે ‘આવા કાર્યક્રમોથી જ આપણે આપણી તેમજ પ્રજાની તાકાત વધારી શકશું. અહિંસાની લડત લાદવામાં જે શષાો વાપરવાનાં છે તેનાં પર જેનો કાબુ હોય તેને જ રણમેદાન પર સ્‍વરાજની લડતમાં ભાગ લેવા મોકલી શકાશે.' ઢેબરે જણાવેલ કે ‘ગાંધીજી અને સરદારશ્રીએ જે શબ્‍દો બોલેલ તેની યાદ આપું છું. પ્રજા એ કોઈ શતરંજનાં પ્‍યાદા નથી કે સાર્વભૌમ સત્તા પોતાને ફાવે તે રીતે તેને ગમે ત્‍યાં ગોઠવી દઈએ.' ચીમનલાલ નાગરદાસ શાહે જણાવ્‍યું કે ‘કાઠિયાવાડમાં આજે કેટલાંક રાજવીઓ મને છે કે પોતાની પ્રજા ગુલામ છે અને તેઓ તેનાં માલિક છે. અમે કહીએ છીએ કે તમો અમારા માલિક નથી. તમે રાજાઓ નથી પણ લુંટારાઓ જ છો.'
કાઠિયાવાડ રાજકિય પરિષદનું અધિવેશન અનેક રીતે અગત્‍યનું બની ગયું. ભારતની ક્ષિતિજ પર આઝાદીની આશાનાં દર્શન આ અધિવેશનમાં કાઠિયાવાડની પ્રજાએ કર્યા. તેની સાથે જ પોતાની શક્‍તિ તેની સાથે જ પોતાની મૂક્‍તિનાં મંગળ એંધાણ પણ ભાળ્‍યા. પ્રમુખસ્‍થાનેથી દરબાર ગોપાળદાસ દેસાઈએ મનનિય પ્રવચન આપી અધિવેશન સમાપ્ત કર્યું હતું.
કાઠિયાવાડ રાજકિય પરિષદમાં અગ્રણીઓ કનૈયાલાલ દેસાઈ, કુમારપ્‍પા, સરલાદેવી, છગનલાલ જોષી, મામાસાહેબ ફળકે, પરીક્ષિતલાલ મઝમુદાર, વજુભાઈ શાહ, વીરચંદ જસાણી, પુષ્‍પાબ્‍હેન, સરોજબ્‍હેન મહેતા, અબ્‍દુલ કરીમ નથવાણી, ઈસ્‍માઈલ હિરાણી, અસગરઅલી ગાંધી, રમઝાનઅલી લાખાણી, વિ. એ પરિષદમાં સક્રિય ભાગ લીધેલ.

સંકલનઃ નવીન ઠકકર
મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

 

(2:28 pm IST)