Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ક્‍લિક - કહાની

માહોલ ઠંડા-ઠંડા...ફીર ભી ઝંડા ઊંચા રહે હમારા...

રાજકોટ : ટાઇઢ ૧૦ ડીગ્રીથી નીચેના આંકે બહબહાટી બોલાવે છે. લોકો ઘરમાં ઢબૂરાઇ રહે છે. આ માહોલમાં રાષ્‍ટ્રીય પર્વ ૨૬ જાન્‍યુઆરીનું આગમન થયું છે. જરૂરીયાતમંદ પરિવારો રાષ્‍ટ્રધ્‍વજની પ્રતિકૃતિનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. આજે સવારમાં એક પરિવાર રાષ્‍ટ્રધ્‍વજના વેચાણ માટે નીકળ્‍યો હતો. ઠંડા-ઠંડા માહોલમાં તાપણુ કરીને ચા - પાણી પી રહેલો આ પરિવાર રાષ્‍ટ્રધ્‍વજની પ્રતિકૃતિને ઝૂકવા નથી દેતો... તસ્‍વીરમાં ઠંડા માહોલમાં ત્રિરંગા લહેરાતા નજરે પડે છે.

ક્‍લિક - કહાની
તસ્‍વીર - અહેવાલ
અશોક બગથરીયા

 

(2:26 pm IST)