Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

પરિશ્રમ કા વિસ્તાર હૈ, રચનાત્મકતા કા આધાર હૈ

રાજકારણમાં કાનગડ આગળ.. શ્રેણીબધ્ધ સ્વર્ણિમ તકનો 'ઉદય': હેપ્પી બર્થ ડે

રાજકોટ : પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને પુર્વ મેયર ઉદય કાનગડનો આજે તા .૨૫ જાન્યુઆરીના જન્મદિવસ છે . તેઓએ યશસ્વી જીવનના ૪૮ માં વર્ષમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે . બાળપણ શહેરના ગામતળ હાથીખાના વિસ્તારમાં વીત્યું છે . સમાજ માટે કંઈક કરી છૂટવાના આશયથી , ભારતીય જનતા પક્ષમાં જોડાયા અને યુવા ભાજપના વોર્ડ પ્રમુખ બન્યા . તેમણે કરેલા કાર્યોની કદરના પરિણામે તેઓ શહેર યુવા ભાજપના પ્રમુખ થયા . ૧૯૯૫ માં પ્રથમ વખત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા , તેઓ સતત ૪ ટર્મ કોર્પોરેટર રહ્યા છે. તેઓની ૧૯૯૭ માં ફકત ૨૫ વર્ષની ઉંમરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નિયુકત થઇ, સૌથી યુવાવયે મેયર થવાનો કીર્તિમાન સ્થાપ્યો . બાદમાં , ૨૦૦૬-૦૭માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , ૨૦૧૪-૧૫માં ડેપ્યુટી મેયર અને ફરી જુન ૨૦૧૮ માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુકત થયા હતા.

હાલ તેઓ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓએ મહાનગરપાલિકામાં કોઇપણ પદ સંભાળ્યું ત્યારે લોકસેવા અને શહેરનો વિકાસ કરવો એ જ મુખ્ય ઉદ્દેશ સાથે સ્પષ્ટ અને નિડર વકતા તરીકે ઉભરી આવ્યા છે. આજે તેમના જન્મદિવસે રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, કાર્યકરો તથા પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભેચ્છા વર્ષા (મો. ૯૯૦૯૯ ૯૨૪૦૪) ઉપર વરસી રહી છે.

(11:40 am IST)