Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બાબીસ જીમનો ૪૦માં વર્ષમાં પ્રવેશઃ સભ્યોને ખાસ વળતર

દરેક વ્યકિતએ દરરોજ ૪૫ મિનિટ કસરત કરવી જરૂરીઃ ઓમેર બાબી

રાજકોટઃ અહિંના રેસકોર્ષ સ્થિત બાબીસ જીમના ૪૦ વર્ષના પ્રવેશ નિમિતે તમામ મેમ્બર્સને ૨૦ ટકા ડીસ્ટકાઉન્ટ તેમજ ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યાનું ફિટનેશ એકસપર્ટ ઓમેર બાબી (મો.૯૯૨૪૪ ૦૪૮૭૨)ની યાદીમાં જણાવાયું છે.

 તેઓએ જણાવેલ કે આજના સમયમાં કોરોનાએ વધુ સ્પષ્ટ કરી આપ્યું છે કે હાલની સારવાર કેટલી ખર્ચાળ છે. તેથી કહયું છે કે રોગનો ઉપચાર કરવા કરતા રોગને થતો અટકાવવા માટે દરેક વ્યકિતએ સ્વાસ્થ્યને સૌપ્રથમ અગત્યતા આપી શારીરીક શ્રમ પડે તેવી કસરતો કરવી જોઇએ અને નિયમીત રહેવુ જોઇએ.

ચાર દાયકાથી બોડી બિલ્ડીંગ અને વેઇટલીફટીંગ જેમાં શરીરની માંસપેસી અને હાડકા મજબુત કરવાની કસરતો પરેજી વીના વજન ઘટાડવું, વજન વધારનારી અન્ય કસરતો તેમજ યુવા વયમાં ઉંચાઇ વધે તે માટેની કસરતો સ્પોર્ટસને અનુરૂપ અલગ અલગ કસરતો અને ફીટનેસ ટેસ્ટ માટેની જરૂરી કસરતોનું તાલીમબધ્ધ ઇન્સ્ટ્રકટર્સ દ્વારા પધ્ધતીસર કસરત કરાવવામાં આવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ પ્રસંગે લાંબાસમયથી જીમમાં આવતા શ્રી જાની (રેલ્વે), હિતેશભાઇ હિરાણીએ તેમના અનુભવો પણ વર્ણવ્યા હતા.

(11:29 am IST)