Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટના યુવા ખેલાડી મંત્ર હરખાણીને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્ર બાળ પુરસ્કાર એનાયત: જિલ્લા કલેકટર દ્વારા મંત્ર હરખાણીનું સન્માન કરાયું.

રાજકોટ :રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વીડીયો કોન્ફરન્સ માધ્યમથી વિવિધ યુવા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટનાં ખેલાડી મંત્ર હરખાણીનું તેની વિશેષ સિધ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા પણ તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.

  મંત્રએ અબુધાબી ખાતે યોજાયેલ સ્પેશિઅલ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯-સ્પેશિયલ ઓલંપિકસમાં ભાગ લઈ ૧૮ વર્ષની વયે ભારતનો સૌથી યુવા વિજેતા બન્યો હતો. જે અંગે તેને રાષ્ટ્રિય બાળ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ  વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૧૯-સ્પેશિયલ ઓલંપિકસમાં તેણે ૫૦મીટર ફ્રીસ્ટાઈલ અને ૫૦ મીટર બેકસ્ટ્રોકની સ્પર્ધામાં ભાગ લીધો અને બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
   આ અંગે તેમનાં માતા બિજલ હરખાણીએ તેને ૬ વર્ષની ઉંમરથી રુચી ધરાવતાં ક્ષેત્રમાં તાલિમ આપી અને વિવિધ હરીફાઈમાં ભાગ લેવા કેળવણી આપી હતી.

(6:18 pm IST)