Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટમાં 30 મિનિટમાં વેપારીએ બે ટેસ્ટ કરાવ્યા એક રિપોર્ટ પોઝિટિવ અને બીજો નેગેટીવ આવ્યો

રૈયા રોડ પર આવેલા ટેસ્ટીંગ બૂથ પર ટેસ્ટ કરાવતા પોઝિટિવ અને આકાશવાણી ચોક પર આવેલા મનપાના બીજા ટેસ્ટીંગ બૂથ પર રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસ વધતા રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પણ ઘણી વખત ટેસ્ટીંગની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ કહેવાનું કારણ એ છે કે, ઘણી વખત વ્યક્તિનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક બે કલાક પછી અલગ જગ્યા પર કરાવેલો રિપોર્ટ નેગેટીવ આવ્યો હોવાનું સામે આવે છે.ત્યારે આવી એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં એક જ કલાકના સમય એક વેપારીએ બે અલગ-અલગ ટેસ્ટીંગ બૂથ પર કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વેપારીનો પહેલો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને બીજો ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. આ ઘટના રાજકોટના વેપારી ભરત રાવલ નામના વેપારી સાથે બની છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના રૈયા રોડ પર શિલ્પન એપાર્ટમેન્ટ આવેલો છે. આ એપાર્ટમેન્ટમાં ભરત રાવલ તેમના પરિવારના સભ્યોની સાથે રહે છે. ભરત રાવલને શરદી થઇ હોવાના કારણે તેમને પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તેથી ભરત રાવલ રૈયા રોડ પર આવેલા રાજકોટ મહાનગરપાલિકાના ટેસ્ટીંગ બૂથ પર કોરોના ટેસ્ટ કરાવવા માટે ગયા હતા. રૈયા રોડ પર આવેલા ટેસ્ટીંગ બૂથ પર ટેસ્ટ કરાવતા ભરત રાવલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ તેમને 11:20 મિનીટના રોજ કરાવ્યો હતો. ભરત રાવલને રેપિડ ટેસ્ટ પર શંકા ગઈ હોવાના કારણે તેઓ આ શંકાના સમાધાન માટે રૈયા રોડ પર આવેલા આકાશવાણી ચોક પર આવેલા મનપાના બીજા ટેસ્ટીંગ બૂથ પર ગયા હતા.

બીજા ટેસ્ટીંગ બૂથ પર ભરત રાવલે 11:50 મિનીટે ટેસ્ટ કરાવ્યો હતો. તે સમયે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એટલે અડધી કલાકના સમયમાં વેપારી ભરત રાવલે પોતાના બે કોરોનાના ટેસ્ટ કરાવ્યા જેમાં એક પોઝિટિવ અને બીજો નેગેટીવ આવ્યો હતો. ત્યારે આમાંથી ક્યા રિપોર્ટને સાચો માનવો તેને ઓઈને વેપારી પણ ચિતામાં મુકાયા છે. ત્યારબાદ વેપારીએ બીજો ટેસ્ટ જ્યાં કરાવ્યો હતો ત્યાં જણાવ્યું કે આગળના બૂથ પર ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આ વાત સાંભળીને મનપાના કર્મચારીઓ પણ ચોકી ગયા હતા. તેમને વેપારીને જણાવ્યું હતું કે, તમારો બીજો રિપોર્ટ સાચો છે. મહત્ત્વની વાત છે કે, આ કોઈ પહેલો કિસ્સો નથી પણ અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

(12:19 am IST)