Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

૨૭મી જાન્‍યુઆરીના રાજકોટ ખેડૂત સભામાં ખેડૂતો અને જનતાને ઉમટી પડવા માટે સંઘર્ષ સમિતિના આગેવાનોની અપીલ

રાજકોટ પોલીસ દ્વારા પરમિશન આપવાની ખાતરી અપાય છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના તમામ જિલ્લાના પોલીસ વડાઓને એક પણ ખેડૂતને ન રોકવા માટે અપીલ

રાજકોટ તા. ૨૫ : ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના રાજકોટ ઝોનની યાદીમાં જણાવાયુ છે કે ત્રણ કાળા કાનૂન સામે આવશ્‍યક સેવા જાળવણી ધારામાં સંગ્રહખોરીની છૂટ સામે ટેકાના ભાવના કાયદા માટે, અને નવા ઇલેક્‍ટ્રિસિટી કાયદા સામે ચાલતા રાષ્ટ્રવ્‍યાપી રાષ્ટ્રવ્‍યાપી ખેડૂત આંદોલન હવે સમગ્ર દેશનું આંદોલન બની ગયું છે, મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે હજારો ખેડૂતો પહોંચી રહ્યા છે આવતીકાલે તેઓ રાજભવન કુચ કરનાર છે. 

દેશના તમામ રાજયોમાં આવતીકાલે ખેડૂતો એકત્રિત થશે તથા લાખો ખેડૂતો દિલ્‍હી પહોંચી રહ્યા છે. કેન્‍દ્ર સરકારે ખેડૂતોની માગણી પ્રત્‍યે ધ્‍યાન આપવાને બદલે પોતાનો જડ વલણ ચાલુ રાખ્‍યું છે. ૧૩૦ થી વધારે ખેડૂતો શહીદ થયા છે કેન્‍દ્ર સરકાર દ્વારા દિલ્‍હીમાં રેલીની મંજૂરી અપાઇ છે. તે જ રીતે તારીખ ૨૭ ના રોજ ખેડૂતો તથા જનતા ની સભા માટે રાજકોટ પોલીસના વડા એ, રાજકોટ શહેરની હદમાં રોકટોક નહીં કરાય, સંખ્‍યા ની મર્યાદા વિના, દિલ્‍હી રેલી સમયે કોઈ અઘટિત ઘટના ન બને તો પરવાનગી આપવાની સંપૂર્ણ ખાતરી આપી છે. તેમજ સંઘર્ષ સમિતિ દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થા ના બાબતે ખાતરી આપી છે અને આ સભા સંપૂર્ણ બંધારણીય માર્ગે શાંતિપૂર્ણ યોજવાની પણ ખાતરી આપી છે ત્‍યારે સૌરાષ્ટ્રના તમામ પોલીસ વડાઓને પણ તારીખ ૨૭ના ખેડૂત સભામાં આવતા ન રોકવામાં આવે બંધારણનો મૂળભૂત અધિકારનો ભંગ કરવામાં ન આવે તેવી અપીલ સંઘર્ષ સમિતિના આગેવાનોએ કરેલ છે.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સહ કન્‍વીનર ડાયાભાઈ ગજેરા, પાલભાઇ આંબલિયા, અરૂણભાઇ મહેતા, ઇન્‍દ્રનીલ રાજગુરુ, વશરામ સાગઠિયા,ગિરધર વાઘેલા,ચેતન ગઢિયા,વિનુભાઈ ધદુક,શકીલ પીરજાદા,રાજુ કરપડા, હેમંત વિરડા સાગઠ, હરિસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ખેડૂતો, જે કાયદાઓથી રાક્ષસી ભાવ વધારો થનાર છે તેનાથી પીડિત તમામ જનતા શ્રમજીવીઓ મહિલાઓ યુવાનો તમામ જ્ઞાતિઓના મંડળો મહિલા સંગઠનો દેશની અન્ન સુરક્ષા જળવાઈ રહે અને દેશની અન્ન સુરક્ષા જળવાઈ રહે તેમજ દેશના અન્ન દાતાને અને ખેતીને ખતમ કરવાના મોટા ઉદ્યોગપતિઓના સરકાર સાથે મળીને કરાયેલા કાવતરાને પરાજિત કરવા માટે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા આગ્રહ કરેલ છે. સભા સ્‍થળ રેડિયસ પાર્ટીપ્‍લોટ,લાયન વોટરપાર્ક સામે, ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ મુંજકા રાજકોટ. સમય બપોરે ૧૨ વાગ્‍યે.

(4:50 pm IST)
  • ડેઈલી કોરોના કેસમાં જબરો ઘટાડો: લાંબા સમય પછી ૧૦ હજારથી ઓછા કેસ નોંધાયા : ભારતમાં મોડી રાત્રે કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. લાંબા સમય પછી એક દિવસમાં કોરોના કેસોનો આંક ૧૦ હજારની નીચે ચાલ્યો ગયો છે (ન્યુઝફર્સ્ટ) access_time 12:29 am IST

  • દિલ્હીમાં કેજરી સરકારને ઘેરાબંધીઃ ૨૬ હજાર કરોડનો હિસાબ આપોઃદિલ્હીમાં એક સાથે ૨૦૦૦ જગ્યાએ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા કેજરીવાલ સરકારને આજે ઘેરાબંધી થઇ રહી છે. દિલ્હીમાં જલ બોર્ડ દ્વારા ૨૬ હજાર કરોડના કથીત ગોટાળા અંગે કેજરીવાલ સરકારનો ભાજપ હિસાબ માંગી રહેલ છે. access_time 11:47 am IST

  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST